વિવાદીત બાંધકામ:કણજરીમાં હિન્દુ વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા મદ્રેસાના બાંધકામનો વિરોધ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમમાં 100 ટકા વસતી હિન્દુઓની છતાં વિવાદીત બાંધકામ

જિલ્લાના કણજરી ગામે જાદવપુરા રોડ પર થઇ રહેલ ભેદી બાંધકામ બાબતે કણજરી સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિન્દુ વસ્તી વાળા વિસ્તારમાં લઘુમસમાજના લોકો દ્વારા જમીન ખરીદી રાતોરાત ભેદી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બાંધકામ મદ્રેસા બનાવવા માટે થઈ રહ્યું હોવાના આક્ષેપ કરતા બાંધકામ સામે સત્વરે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

કણજરી જાદવપુરા રોડ પર આવેલ સર્વે નં.109 વાળી જમીનમાં કેટલાક સમયથી બાંધકામ શરૂ કરાયું છે. લઘુમતિ સમાજના લોકો દ્વારા થઈ રહેલા બાંધકામ મદ્રેસા બનાવવા માટે થઈ રહ્યું હોવાનું ધ્યાન પર આવતા જ આસપાસના હિન્દુ વસતીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સમગ્ર વિસ્તાર હિન્દુ વસતીવાળો હોવા છતા, અને આસપાસમાં હિન્દુ વસ્તીની જ જમીન આવેલી હોવા છતાં કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક આ જમીન ખરીદી અહીં મદ્રેસા બનાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

જો હિન્દુ વસતીવાળા વિસ્તારમાં મદ્રેસા બનાવવામાં આવે તો અહીંના સ્થાનિકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તેમજ બીજી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય તેવી આશંકા જતાવવામાં આવી છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છેકે આ સીમ વિસ્તારમાં 100 ટકા વસતી હિન્દુ સમાજની હોઈ ભ‌વિષ્યમાં કોઈ અશાંતિ કે ગંભીર પ્રકારની ઘટના ઘટે તે ધ્યાને લઈ જમીનનો દસ્તાવેજ તુરંત રદ્દ કરવો જોઈએ, આ જમીન પર બાંધકામની મંજુરી લેવાઈ છેકે નહીં તે તપાસ કરવામાં આવે, જો મંજૂરી લેવામાં આવી હોય તો કયા હેતુસર લેવામાં આવી છે.

આ વિસ્તાર 100 ટકા હિન્દુ વસ્તીવાળો હોય જો અન્ય સમાજના લોકોની ચહલ પહલ ને લઈ કણજરી ગ્રામજનોનું અસ્તિત્વ જોખમમાં હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેથી સત્વરે ઘટતી કાર્યવાહી કરવા આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે
જિલ્લામાં અગાઉ વસો તાલુકાના અલીન્દ્રા અને અન્ય વિસ્તારોમાં હિન્દુઓની વસ્તી વાળા વિસ્તારમાં ભેદી બાંધકામ બાબતની રજુઆત અને આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરીમાં અપાયા છે. આ પ્રકારની હિલચાલ થી સામાજીક સમરસતાને અસર પહોંચે તે પહેલા જિલ્લા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...