તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માટલાની માંગ વધી:ગરમીની શરૂઆત સાથે માટીના દેશી માટલાઓમાં ધરાકી ખૂલી, ખેડા જિલ્લામાં દિવસનુ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેફ્રિજરેટરના સમયમાં આજે પણ લોકો માટીના માટલાનો વપરાશ કરે છે

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીએ તેનો મિજાજ દેખાડ્યો છે. અંગ દઝાડતા તાપની શરૂઆત થતાં સૌ કોઈ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. આજે રેફ્રિજરેટરના સમયમાં પણ માટીના માટલાઓની બોલબાલા વધી છે. ઉનાળાની શરૂઆત ટાંણે જ માટલાઓના વેચાણમાં ઉછાળો આવ્યો છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. દિવસનુ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે. રેફ્રિજરેટરના સમયમાં આજે પણ માટીના માટલાઓની બોલબાલા વધી છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટીના માટલાનો વપરાશ વધુ કરે છે. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોની જીવનશૈલી ખુબજ સારી અને પ્રકૃતિને પ્રકાશ પાથરનારી હોય છે.

કુંભારે પોતાના હાથથી ચાકડા ઉપર ઘડેલા માટીના માટલાઓમાં પાણીનો જે સ્વાદ આવે તે ફ્રીજમાં રહેલી પ્લાસ્ટિકની બોટલમાં ક્યા આવે. આજે પણ શહેરમાં વસતા કેટલાક લોકો ફ્રીજ કરતાં માટીની માટલાઓમાં રહેલું પાણી પીવાનું વધુ પસંદ કરે છે અને તેના કારણે જ આજે પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજીરોટી મળી રહે છે. ઉનાળો આવતા માટીના માટલાઓ બજારમાં ઠલવાઈ ચૂક્યા છે. આ માટલાઓના વેચાણમાં એકાએક વધારો નોંધાયો છે. જોકે માર્જીન ખુબજ ઓછુ અને તેમાં પણ તોલમોલ કરી માટલાની ખરીદી કરતાં આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની કફોડી હાલત બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો