કાર્યવાહી:માતર પાસે અકસ્માત કરનાર સુરતનો કારચાલક ઝડપાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રીક્ષાને ટક્કર મારતા 2ના મોત થયા હતા

ગતરોજ માતર હાઇવે પર એપેક્ષ હૉટલ પાસે કારે રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો છે. જેમાં રીક્ષામાં બેઠલા બે ના મોત થયા હતા. જ્યારે 3 લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા. તે દરમિયાન કારચાલક તકનો લાભ ઉઠાવી ફરાર થઈ હતો. જેને માતર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

આરોપી અંગે માતર પોલીસે જણાવ્યું છે કે, ગાડી નં જીજે 01કે કે. ક્યુ 0086ના આધારે આરોપીની તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીનું નામ યાજ્ઞિક મનસુખભાઈ લેવાપટેલ (રહે. સુરત)હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરીને તેને જેલભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.

તપાસમાં 25 વર્ષનો આરોપી સુરતથી જૂનાગઢ જતો હતો. તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં અમદાવાદના મંહમંહઈરફાન શેખની માતા મુમતાઝબાનુ અને મિત્ર મહમંદફારૂખનું મોત થયું છે. જેમની ફરિયાદના આધારે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...