વિરોધ:માતર, મહુધા, વસોના તલાટીઓ પેનડાઉન કરી વિરોધ નોંધાવશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે 27મીએ દેખાવો કરશે

ખેડા જિલ્લામાં બે દિવસથી જુદા જુદા તાલુકા મથકો પર તલાટી મંડળો દ્વારા પડતર પ્રશ્નોના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો અંગે અવારનવાર સરકારમાં રજુઆત કરવામાં આવી છે, આમ છતાં તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવેલું નથી. જેથી તલાટી કમ મંત્રી ઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આંદોલન નો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે મુજબ માતર, મહુધા અને વસો તાલુકાના તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા મામલતદાર અને TDOને આવેદનપત્ર આપ્યા હતા.

તા.૨૦મીએ તમામ તલાટી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા.૨૭મીએ પેનડાઉન, તા. 1 ઓક્ટોબરે માસ સી એલ મૂકી બેનર સાથે દેખાવો કરશે તેમજ તમામ ઓનલાઇન કામગીરી તથા મહેસૂલી કામગીરીના પડતર પ્રશ્નો નું નિકાલ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે. જ્યારે સાતમીએ જિલ્લા તલાટી મંડળ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે દેખાવ કરી ધરણાં કરશે. જ્યારે તા. ૧૨ઓકટોબરે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણાં કરશે. છતાં પણ નિકાલ ન આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉતરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...