તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચોરી:માતર પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથફેરો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માતરની પ્રાથમિક શાળામાં તસ્કરોએ કમ્પ્યુટર રૂમમાંથી એલ.સી.ડી., સ્પીકર, પ્રિન્ટર સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસ વર્તુળોના જણાવ્યાનુસાર મૂળ અમદાવાદના વસ્ત્રાલના અને હાલ માતર ગામે દેસાઇપોળમાં રહેતાં કલ્પેશકુમાર ધનજીભાઇ પટેલ (ઉવ.37) માતર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેઓએ માતર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂધ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત શનિવારથી સોમવારના સવાર સુધીમાં કોઇપણ સમયે નિશાચરોએ સ્થાનિક પ્રાથમિક શાળાના કમ્પ્યુટર રૂમની દીવાલની બારીની ગ્રીલ તોડી નાખી અંદર પ્રવેશ કરી 28,800ની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને પોબારા ભણી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો