ખેડા કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 111 થઈ

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં તમામ દર્દીઓ હોમઆઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે
  • નડિયાદમાંથી 7, વસોમાંથી 2, મહેમદાવાદ, કઠલાલ અને માતરમાથી 1 કેસ મળી કુલ 12 કેસ સામે આવ્યાં

ખેડા જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 111 પર પહોંચી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે કોરોનાના નવા 12 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

નડિયાદમાંથી 7, મહેમદાવાદમાંથી 1, વસોમાથી 2, કઠલાલમાંથી 1 અને માતરમાથી 1 મળી કુલ 12 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 111 પર પહોંચી છે. તમામ દર્દીઓ હોમઆઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. આજે વધુ 1596 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 116 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 1922 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 6, કપડવંજ તાલુકામાં 11, કઠલાલ તાલુકામાં 6, ખેડા તાલુકામાં 2, મહુધા તાલુકામાં 5, માતર તાલુકામાં 0, મહેમદાવાદ તાલુકામાં 10, નડિયાદ તાલુકામાં 1126, ઠાસરા તાલુકામાં 3 અને વસો તાલુકામાં 1 મળી આજે કુલ 1170 લોકોનું રસીકરણ થયુ છે.

આ સાથે 60+ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન 712, હેલ્થ કેર વર્કર 71 અને ફ્રન્ટ લાઇન વર્કર 327 મળી કુલ 1110 પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે

અન્ય સમાચારો પણ છે...