તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય સભા:નડિયાદ પાલિકાની 25 સભામાં માત્ર 125 મિનીટ જ ચર્ચા થઇ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિપક્ષ પ્રશ્ન ન ઉઠાવી શકે તે માટે બે કે પાંચ મિનીટમાં સભા પુરી કરવાની પ્રથા : વિપક્ષ પણ નિષ્ફળ રહ્યો

નડિયાદ નગરપાલિકાના સત્તાધિશોને ટર્મ પુરી થઇ ગઈ છે, નવી ટર્મ માટે ટીકીટ કોને મળશે ? કોને નહીં ? તે હજુ અધ્યાર જ છે. પરંતુ પૂર્વ બની ગયેલા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના પદાધિકારીઓ ફરીથી સત્તા મેળવવા માટે કામે લાગી ગયાં છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, એક વખત સત્તા મળી ગયા બાદ આ પદાધિકારીઓએ પ્રજાના પ્રશ્નના નિરાકરણ માટે પાંચ વર્ષમાં મળેલી સામાન્ય સભામાં માત્ર 125 જ મિનિટ ફાળવી છે.

નડિયાદ શહેરમાં ઠંડીના ચમકારા વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. પાલિકામાં ટર્મ પુરી થતાં જ પદાધિકારીઓ પાછળ પૂર્વ લાગી ગયું છે. પરંતુ એક વખત સત્તાનો સ્વાદ ચાખી ગયેલા આ પદાધિકારીઓ ફરી મેદાનમાં ઉતરી ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી વોર્ડની દશા અને દુર્દશા નહીં બદલી શકેલા કેટલાક પદાધિકારીઓ હવે રાતોરાત વોર્ડને શહેરના સૌથી સ્માર્ટ વોર્ડ બનાવવાના સ્વપ્ના દેખાડી રહ્યાં છે. સૌથી મહત્વની બાબત છે કે, આ પાંચ વર્ષના ગાળામાં કામ માટે કુલ 25 સામાન્ય સભા યોજાઇ છે. જેમાં બે સભા પ્રમુખની ચૂંટણી માટે હતી. આ સભા સિવાય એક પણ બેઠક પાંચ મિનીટથી વધુ ચાલી નથી. આમ, બે લાખ વધુ શહેરીજનોની સુખાકારી મામલે 54 નગરસેવકોને માત્ર 125 જ મિનીટ ચર્ચા માટે મળી છે.

વિવિધ સોશ્યલ મિડીયા પર વોર્ડ વાઇઝ ગ્રુપો બનવા લાગ્યા
નડિયાદ પાલિકાના કાઉન્સીલર દ્વારા પ્રજા સુધી પોતાના કામ પહોંચાડવા માટે વિવિધ સોશ્યલ મિડીયા પર ગ્રુપ બનાવવા લાગ્યાં છે. જેમાં તેઓ તેમની 5 વર્ષની કામગીરીના લેખાજોખા આપી રહ્યા છે. છતાં શહેરમાં અનેક પ્રશ્નો પેન્ડીંગ છે.

સત્તાધિશો જ બોર્ડ લાંબુ ચલાવતા નથી, વિપક્ષનો લુલો બચાવ
શહેરીજનોના પ્રશ્નોના ઉકેલ માટે મળતી સામાન્ય સભામાં માત્ર પાંચ મિનિટમાં મંજુર.. મંજુર.. ની બૂમો સાથે પુર્ણ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ સભામાં નિયમ મુજબ પ્રશ્નોત્તરી માટે અલગ સમય ફાળવવાનો હોય છે. આમ છતાં વિપક્ષ તક ચુકી ગયો છે.

એજન્ડા વાંચવાની પ્રથાનો છેદ ઉડી ગયો
સામાન્ય રીતે નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા વાંચવાની પ્રથા હોય છે. પરંતુ નડિયાદ પાલિકાની સત્તાધિશો દ્વારા આ પ્રથાનો છેડ ઉડાડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સભાના આગલા દિવસે પ્રભારી નક્કી કરતા હોય છે કે કયા કામો લેવા કે ન લેવા ? પરંતુ આ મામલે પણ નડિયાદમાં ભાગ્યે જ ચર્ચા કરવામાં આવી છે.

સૌથી વધુ 2018માં સાત વખત સભા મળી
12મી ડિસેમ્બર,2015, 21મી જાન્યુઆરી 2016, 10મી માર્ચ 2016, 30મી એપ્રિલ 2016, 18મી જુલાઇ 2016, 30મી જુલાઇ 2016, 27મી ઓક્ટોબર 2016, 31મી જાન્યુઆરી 2017, 24મી માર્ચ 2017, 25મી એપ્રિલ 2017, 29મી જુલાઇ 2017, 23મી જાન્યુઆરી 2018, 23મી માર્ચ 2018, 27મી એપ્રીલ 2018, 7મી જૂન 2018, 30મી જુલાઇ 2018, 7મી ઓગષ્ટ 2018, 22મી ઓક્ટોબર 2018, 26મી ફેબ્રુઆરી 2019, 28મી જૂન 2019, 3જી ઓક્ટોબર 2019, 3જી જાન્યુઆરી, 2020, 12મી માર્ચ 2020, 30મી જુલાઇ, 2020 અને 12મી ઓક્ટોબર,2020.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો