તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:ખેડામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છેલ્લા 2 દિવસથી માત્ર 10 જ કેસ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી નડિયાદ શહેરમાં સંક્રમિત દર્દીની સંખ્યા પણ બે પર જ રહી

ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે. મંગળવારે નવા 10 દર્દીઓ સાથે કોરોના દર્દીઓનો કુલ આંક 668 પર પહોંચ્યો છે. બે દિવસથી નડિયાદ શહેરમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 જ રહી છે. લોકડાઉન બાદ અનલોકનો પ્રારંભ થતાં જ ખેડા જિલ્લામાં કોરોના જેટ ગતિએ આગળ વધી ગયો હતો. જેમાં જુલાઇમાં 30 દિવસમાં જ 400 ઉપરાંત કેસ નો઼ધાયા હતાં. જોકે હાલમા઼ બે દિવસથી કોરોના કાબુમા આવતાં ખેડા વાસીઓ માટે રાહતના સમાચાર છે.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું હોય તેમ 10 જ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. નડિયાદ શહેરમાં પણ કોરોના સંક્રમણની સ્થિતી નિયંત્રણમાં આવી રહી હોય તેમ છેલ્લા 48 કલાકમાં માત્ર 4 જ નવા દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. જોકે જિલ્લાના કુલ દર્દીઓમાંથી અડધોઅડધ દર્દીઓ નડિયાદ શહેરમાં જ નોંધાયા હોવાથી લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. મંગળવારે 4 દર્દીઓ બાયપેપ પર જ્યારે 18 દર્દીઓ ઓક્સિજન પર નોંધાયા છે. જ્યારે બીજા 87 દર્દીઓની સ્થિતી સ્થિર છે. હાલમાં જિલ્લામાં કુલ 109 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 14 દર્દીઓ હોમઆઇસોલેશનમાં જ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...