તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:ઠાસરાના સાંઢેલી-પોરડા રોડ પરથી નંબર વગરની કારમાંથી એક લાખથી વધુનો દારૂ ઝડપાયો, બે પરપ્રાંતિય શખ્સોની અટકાયત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 1 લાખ 1 હજાર 880ના દારૂ સાથે કાર મળી કુલ રૂપિયા 1 લાખ 77 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ઝડપાયેલા બન્ને ઈસમો સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લામાં નશ્ખોરીની પ્રવૃત્તિ વધતાં દારૂના વેપલાનું ચલણ વધી રહ્યું છે. આજનો યુવાધન દારૂના રવાડે ચઢી પોતાની જીંદગી બરબાત કરવા તૂલ્યો છે. દારૂની હેરાફેરી વધતાં આ દુષણને અટકાવવા પોલીસ પણ પ્રયત્નો કરી રહી છે. ઠાસરાના સાંઢેલી-પોરડા રોડ પરથી નંબર વગરની કારમાંથી એક લાખ ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો છે. પોલીસે આ બનાવમાં બે પરપ્રાંતિય શખ્સોની અટકાયત કરી કુલ રૂપિયા 1 લાખ 77 હજાર 10નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા પોલીસે ગતરાત્રે બાતમીના આધારે સાંઢેલી-પોરડા રોડ પરથી પસાર થતી એક નંબર વગરની ઈન્ડીકા ગાડીને અટકાવી હતી. જેમાં ઈંગ્લીશ દારૂ છુપાયો હોવાની શંકા જતાં પોલીસે ઉપરોક્ત કારની તલાસી લીધી હતી. જે દરમિયાન કારની ડેકીમાંથી જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં કુલ રૂપિયા 1 લાખ 77 હજાર 10નો દારૂ મળી આવ્યો હતો. આ સાથે કાર ચાલક વિરેન્દ્રસિંહ ઉર્ફે વિજયસિંહ જસવંતસિંહ ગેહલોત અને પ્રહલાદ બાબુલાલ ડાંગી (બન્ને રહે. રાજસ્થાન)ને ઝડપી લીધા છે.

પોલીસે ઉપરોક્ત દારૂ સાથે મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ 77 હજાર 10નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે આ દારૂનો જથ્થો ક્યાંથી ભર્યો અને ક્યાં ડીલીવર કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...