અકસ્માત:મહેમદાવાદ નજીક પીકઅપ ડાલુ પલ્ટી જતા એકનું મોતઃ 2ને ઇજા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટાયર ફાટતા ડ્રાઈવરે સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો

નડિયાદથી અમદાવાદ પોતાની દિકરીની ખબર જોવા જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. પીકડાલામાં સવાર થઈ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી પસાર થતા સમયે ડાલુ પલ્ટી જતા 1નું મોત થયુ છે, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા છે. નડિયાદથી પીક ડાલા નં. જી.જે.06, એ.એક્સ. 9526માં બેસી જસવંતભાઈ પરમાર, સુરજબેન જે. પરમાર અને મીનાબેન પરમાર પોતાની દિકરીની ખબર જોવા માટે અમદાવાદ તરફ જવા નીકળ્યા હતા. આ સમયે મહેમદાવાદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર પીકઅપ ડાલાનું ટાયર ફાટી જતા ડ્રાઈવરે સ્ટીરીંગ પરનું સંતુલન ગુમાવ્યુ હતુ.

પરીણામે ડાલુ પલ્ટી ખાઈ ગયુ અને તેમાં સવાર ત્રણેય પરિવારજનો અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્રણેયને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે વડોદરા મોકલાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જસવંતભાઈ પરમારનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય બે ગંભીર ઈજાગ્રસ્ત હોય તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે જસવંતભાઈના પિતરાઈ ભાઈ વનરાજસિંહ પરમારે મહેમવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...