દુર્ઘટના:એક્સપ્રેસ હાઈ-વે પર સલુણ પાસે અકસ્માતમાં એકનું મોત

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર સલુણ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બોલેરો ચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. માહિતીનુસાર, જયેશભાઈ રમેશભાઈ સોલંકી (રહે. રાજકોટ) આજે સવારે પોણા અગિયાર કલાકે બોલેરો ગાડી લઈને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પરથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમણે સલુણ ફતેપુર સીમ વિસ્તાર પર પૂરઝડપે ગાડી હંકારતા એક અજાણ્યા વાહનને જોશભેર ટક્કર મારી હતી.

જેમાં તેમને જ માથાભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળ પર જ તેમનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જે બાદ મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલમાં ખસેડ્યો હતો. તેમજ આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ પર અનેકવાર જીવલેણ અકસ્માતો થતાં હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...