અકસ્માત:ટીંબાના મુવાડા પાસે વાહનની અડફેટે એકનું મોત

સેવાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના ટીંબાના મુવાડાથી થોડે દૂર અમદાવાદ-ઈન્દોર હાઈ -વે પર એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હિતેશકુમાર પટેલે આ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ખેતરમાં જતા હતા, ત્યારે રસ્તા પર આશરે 45 વર્ષિય વ્યક્તિનો મૃતદેહ જોયો હતો.

જે અંગે આજુબાજુના માણસોને પૂછતાં તેમને કહ્યું હતું કે, અજાણ્યા વાહનચાલકે આ વ્યક્તિને ટક્કર મારી હતી. જેમાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાં તેનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે ઠાસરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાદ અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...