અકસ્માત:ઠાસરાના નેશ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં કાર ખાબકતા એકનું મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી

ઠાસરાના નેશ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં કાર ખાબકતા એકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના સારસા ગામના 52 વર્ષિય રહેવાસી સતીષ કુમાર રમણભાઈ પટેલ આજે ડાકોર પોલીસ મથકની હદમાં આવેલ નેસ ગામ પાસેથી મારુતિ ઝેન કાર લઇને પસાર થતા હતા. તે વખતે એકાએક કાર નેસ નજીકની કેનાલમાં ખાબકી હતી. સાજે ચાર વાગે બનેલા આ બનાવને લઈ આ સ્થળેથી પસાર થતાં વાહન ચાલકો રોકાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ પાણી ડૂબી જવાથી સતીશભાઈનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ ડાકોર પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશનો કબજો લઇ ડાકોર પીએમ અર્થે મોકલી આપી છે. આ લખાય છે ત્યારે ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...