તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:એકે જાતીનો દાખલો રજૂ ન કર્યો, બીજામાં સહિ મારી નથીનું ટેકેદારે કહેતા ફોર્મ રદ

નડિયાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ બેંકવેટ હોલ ખાતે સવારે આણંદ નગરપાલિકાના ફોર્મ ચકાસણી કામગીરી ચાલી રહી હતી. કૌના ફોર્મ રદ થાય છે.તે જણવા માટે મોટીસંખ્યામાં ભાજપકોંગ્રેસના કાર્યકરો સહિત નગરજનો ઉમટી પડયા હતા. - Divya Bhaskar
આણંદ બેંકવેટ હોલ ખાતે સવારે આણંદ નગરપાલિકાના ફોર્મ ચકાસણી કામગીરી ચાલી રહી હતી. કૌના ફોર્મ રદ થાય છે.તે જણવા માટે મોટીસંખ્યામાં ભાજપકોંગ્રેસના કાર્યકરો સહિત નગરજનો ઉમટી પડયા હતા.
 • નડિયાદ નગર પાલિકામાં કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા, ભાજપને બે બેઠકો મળી

નડિયાદ નગરપાલિકાના 13 વોર્ડમાં 184 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં હતાં. પાલિકાના વોર્ડ નં.1માં કોંગ્રેસની અનુસુચિત જાતિ બેઠક પર રમીલાબહેન રમેશભાઈ ચૌહાણે ફોર્મ ભર્યું હતું. જેમના ફોર્મની ચકાસણી દરમિયાન પુષ્પાબહેન મોતીભાઈ વણકરના નામનું જ્ઞાતિનું પ્રમાણપત્ર રજુ કર્યું હતું. આથી, તેમને નામ સુધારણા અંગે આધારભુત પુરાવા એક કલાકમાં રજુ ન કરતાં ફોર્મ રદ્દ કરાયું હતું.

આ ઉપરાંત વોર્ડ નં.1ના જ પછાતવર્ગ પુરૂષમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનારા અમીતભાઈ પોપટભાઈ ચૌહાણના ફોર્મમાં દરખાસ્ત કરનારા ભરતભાઈ કાંતિભાઈ સોઢા પરમારે સોગંદનામું રજુ કરી ઉમેદવારીપત્રમાં પોતાની સહી ધાક – ધમકી કે દબાણમાં આવી કરી હોવાનું જણાવ્યું હતું. આ સહી પોતાની ન હોવાનું જણાવ્યું હતું. આથી, અમીતભાઈનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. જોકે, આ બેઠક પર અપક્ષ તરીકે હિતેશભાઈ રબારી પણ હોવાથી મોડી સાંજે તેમણે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું.

કોંગ્રેસે અમીતભાઈ ચૌહાણ બાબતે વાંધા અરજી રજુ કરી
નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.1માં અમીત ચૌહાણનું ફોર્મ રદ્દ કરાયું છે. જે સંદર્ભે કોંગ્રેસે વાધા અરજી રજુ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, દરખાસ્ત કરનારા અને ટેકેદારોની સહી તેમની નથી. આથી, અમો આપને વિનંતી કરીએ છીએ કે, દરખાસ્ત કરનારા અને ટેકેદારને આપની સમક્ષ હાજર કરી તેઓનો જવાબ લેવામાં આવે ત્યાં સુધી સદર ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ ન કરવું. તેવી વિનંતી છે. જોકે હવે શુ થાય છે તેની પર સૌની મીટ મડાઇ છે. હાલમાં તો અરજી કરવામાં આવી છે. હવે અરજી આધારે કાર્યવાહી કરી ફોર્મ માન્ય રહે છે કે અમાન્ય તે તો સમય જ બતાવશે.

નડિયાદ પાલિકામાં વોર્ડ નં.3ના ઉમેદવારના ફોર્મ રદ કરાયું
નડિયાદ નગરપાલિકા નં.3ના ઉમેદવાર મુરલીધર વિજયકુમાર આર્તવાણીના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારા રવિન્દરસિંગ કુલદિપસિંહ સંધુ, કિશોરભાઈ કૈલાશભાઈ મરાઠીની સહી બાબતે વિરોધ થયો હતો. આ બન્નેએ પોતાની સહી ન હોવાનું જણાવ્યું હતું. જેના પગલે મુરલીધર આર્તવાણીનું ફોર્મ રદ્દ થયું હતું. જોકે અગાઉ પણ એક વોર્ડમાં દરખાસ્ત કરનારે પોતાનું સોગંદનામુ ધમકી આપીને સહી કરાવી હોવાનુંજણાવતાં રદ કરવામાં આવ્યુ હતું. જોકે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો