કાર્યવાહી:વણોતી નજીક દારૂ સાથે એક ઝડપાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના વણોતી ગામ નજીક ગઇ મોડીરાત્રિના ડાકોર પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી હકીકતના આધારે પસાર થતાં છોટાહાથી ગાડીને પોલીસે ઇશારો કરી ઉભા રહેવાનું કહેતાં ડ્રાઇવરે છોટાહાથી ગાડીને હંકારી મુકી હતી. પોલીસે પીછો કરતાં ગાડી ખાડામાં ઉતરી પડી હતી. પોલીસે કોર્ડન કરી ગાડીને ચેક કરતાં તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની બોટલ-325 (કુલ રૂ.32,500) મળી આવતાં પોલીસે તેને કબજે લઇ ગાડીમાં બેઠેલાં રણજીતસિંહ ચાવડા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...