તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નડિયાદ પાલિકાના ઉમેદવારના મુદ્દે કોંગ્રેસે કુલડીમાં ગોળ ભાંગશે

નડિયાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપક્ષ ઉમેદવારી બાદ મેન્ટેડ ફાળવવાનો વ્યૂહ અપનાવ્યો

ખેડા જિલ્લામાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યાના બીજા દિવસે પણ કોંગ્રેસના કોઇ ઠેકાણા નથી. ખાસ કરીને નડિયાદ જેવી મહત્વની પાલિકામાં પણ કોંગ્રેસ દિશા વિહિન હોય તેમ ઉમેદવારોના નામ જાહેર કરી શકી નથી અને બારોબાર મેન્ટેડ ફાળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ખેડા જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ શુક્રવારથી ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે.

પરંતુ કોંગ્રેસ હજુ અવઢવમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. નડિયાદ શહેર કોંગ્રેસમાં નેતૃત્વ બદલાયા બાદ બે ફાટા પડી ગયાં છે. જેની અસર સીધી ઉમેદવારી લીસ્ટ જાહેર કરવા પર જોવા મળી રહી છે. ફોર્મ ભરવાના આડે હવે છેલ્લા દિવસ સુધી કોઇ જ સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત પક્ષમાં ઉકળતો ચરૂ બહાર ન આવે તે માટે અપક્ષ તરીકે ઉમેદવારી કર્યા બાદ બારોબાર મેન્ટેડ આપવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે.

તમામને બોલાવી મેન્ટેડ આપવામાં આવશે
નડિયાદ પાલિકામાં કોંગ્રેસ તરફથી ઉમેદવારો નક્કી થઇ ગયા છે. આ ઉમેદવારોને શનિવારે મેન્ટેડ આપવામાં આવશે અને કલેક્ટર ઓફિસમાં જ સીધા જમા કરાવી દેવામાં આવશે.> હાર્દિક ભટ્ટ, શહેર કોંગ્રેસ પ્રમુખ, નડિયાદ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો