કેડીસીસી બેંકની ચૂંટણી:ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં પ્રથમ દિવસે 11 ઉમેદવારી પત્ર પરત ખેંચાયાં

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 131 ઉમેદવારી પત્રોમાંથી 78 માન્ય રાખવામાં આવ્યા, 53 અમાન્ય
  • ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી તારીખ 20મી જાન્યુઆરી

બૃહદ ખેડા જિલ્લાની ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક kdcc બેંકની ચૂંટણીમાં વિવિધ 4 જેટલા વિભાગોમાં માટે કુલ 131 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ઘણા ઉમેદવારોએ ડમી ઉમેદવારો પાસે પણ ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા. કેટલાક ઉમેદવારોએ એક કે તેથી વધુ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ 131 પૈકી 78 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે 53 ઉમેદવારી પત્રો રદ એટલે કે અમાન્ય ગણવામાં આવ્યા છે. આ વચ્ચે આજે પ્રથમ દિવસે 11 ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે. આવતીકાલે પણ આ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. જેના બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ જોવા મળશે.

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપની એન્ટ્રી થયા બાદ જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણી દરમિયાન 53 રદ થયા છે. બાકીના 78 માન્ય હતા, જેમાંથી આજે 11 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી તારીખ 20મી જાન્યુઆરી છે. આ દિવસે પણ ઘણા પત્રો પરત ખેંચાય તેવી શક્યતા છે. બિનહરીફ બનવા માટે કેટલાક ઉમેદવારો પોતાના હરીફોને લલચાવી રહ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...