તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક કાર્ય શરૂ:નડિયાદ જિલ્લામાં પ્રથમ દિવસે જ ધો. 6 થી 8 ના 54 ટકા જ વિદ્યાર્થીઓ હાજર

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દસ મહિના બાદ ઓરડામાં ધૂળ ભરેલી બેન્ચીઝ પર વિદ્યાર્થીઓનો અભ્યાસ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ધો.6થી 8ની શાળાનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. જોકે, દસ મહિના બાદ શરૂ થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો હતો. કોરોના મહામારીમાં બંધ રહેલી આ શાળામાં સ્વચ્છતાના અભાવે વિદ્યાર્થીઓને ગણતરીના કલાકોમાં જ છોડી મુકવામાં આવ્યાં હતાં. ખેડા જિલ્લામાં ધો.6થી 8ની શાળામાં 54 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી. હજુ અનેક વાલીઓએ પોતાના સંતાનોને શાળાએ મોકલવા રાજી જોવા મળ્યાં નથી.

કોરોના મહામારીના કારણે દસ દિવસ સુધી બંધ રહેલી શાળાઓમાં ગુરૂવારથી ખુલેલા ઓરડામાં ધુડ સહિતનો કચરો વર્ગખંડમાં છવાયેલો જોવા મળ્યો હતો. આમ છતાં ગણતરીના વિદ્યાર્થીઓએ બેસી અભ્યાસ શરૂ કર્યો હતો. આ ઉપરાંત શાળાના કમ્પાઉન્ડમાં ઝાડી - ઝાંખર પણ હતાં. આમ છતાં જિલ્લાના 82,380માંથી 44,403 વિદ્યાર્થી હાજર રહ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી જોવા મળી હતી જો કે શાળાઓ દ્વારા સેનેટાઇઝ અને સોશ્યલડીસ્ટન્સ સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો