મુસાફરી:નડિયાદમાં પ્રથમ દિવસે જ રેલવેના 17 પાસ નીકળ્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પશ્ચિમ રેલવે દ્વારા પાસધારકો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. આજથી ટ્રેનમાં એમ.એસ.ટીની શરૂઆત થતાં પાસ કાઢવાનું શરૂ કરાયુ છે. પ્રથમ દિવસે જ 17 મુસાફરોએ પાસ કઢાવ્યા છે.

કોરોનાકાળ બાદ ટ્રેનનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રોજ હજારો લોકો ટ્રેનના માધ્યમથી રોજગારી અને શિક્ષણ માટે આસપાસના મોટા શહેરોમાં જતા હતા. ત્યારે ટ્રેનો બંધ થઈ જતા તેમને બસ અને ખાનગી વાહનો તરફ વળવુ પડ્યુ હતું. જ્યાં આર્થિક અને સમયના દ્રષ્ટિએ લોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે આજે અંદાજિત 17 મહિના બાદ ટ્રેનોમાં પાસધારકો માટે મુસાફરી શરૂ થઈ છે.

મોટાભાગે નડિયાદથી અમદાવાદ અને નડિયાદથી વડોદરા તરફ નોકરીયાતો અને વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય છે. ત્યારે ટ્રેનનો સસ્તા માધ્યમ તરીકે ઉપયોગ થતો હોય છે. નોંધનીય બાબત એ છે કે, પાસના માસિક ભાડામાં કોઈ વધારો થયો નથી. જેના કારણે પાસ ધારકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ નડિયાદથી અમદાવાદ અને વડોદરા તરફ જતી ટ્રેનોના માસિક પાસનું ભાડુ 270 રૂપિયા છે. અગાઉ કોરોનાકાળ પહેલા પણ આટલુ જ ભાડુ હતુ.

ટ્રેનો ઓછી પણ પાસ ચાલુ થતા આનંદ
અમદાવાદ નોકરી જવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી બસમાં જવું પડતું તેમાંભાડુ પણ વધારે જતુ હતુ અને સમય પણ બગડતો હતો. ટ્રેનોમાં પાસ ધારકોને મંજૂરી જરૂરી હતી. અત્યારે ઓછી ટ્રેનો હોવા છતાં પાસ કાઢવાનું શરૂ કરતા આનંદ થયો છે. > તુષારભાઈ પરમાર, પાસધારક

અન્ય સમાચારો પણ છે...