તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નડિયાદ કોલેરાગ્રસ્ત જાહેર થયાના પાંચમાં દિવસે અન્ય વિસ્તારોમાં વધુ 3 કેસ નોંધાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કનીપુરા, જવાહરનગર અને અમદાવાદી બજાર પણ રોગચાળાના ભરડામાં, 24 દર્દી સારવારમાં

નડિયાદ શહેરના અનેક વિસ્તારો કોલેરા કેસ માટે એ. પી. સેન્ટર બન્યા છે. કનીપુરા, જવાહરનગર અને હવે અમદાવાદી દરવાજા વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે. આજે નડિયાદ અમદાવાદી બજારમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે કલેક્ટર કચેરી સામેના વિસ્તારમાં એક મજૂરને કોલેરા થયાની પુષ્ટિ થઈ છે. હાલ 24 દર્દી દાખલ હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. ત્યારે આ સરકારી ચોપડે નોંધાયેલા આંક છે, પરંતુ જે-તે વિસ્તરાના નાના ક્લિનિક પણ છેલ્લા અઠવાડિયાથી ફૂલ થઈ ગયા છે.

મોટી સંખ્યામાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓ નાના ક્લિનિકમાં પણ સારવાર અને ઉપચાર કરાવી રહ્યા છે. નડિયાદ શહેરના અનેક વિસ્તાર હજુ પણ ગંદકીયુક્ત છે. ખાસ કરીને મફતલાલ મીલ સામેના સીટી જીમખા મેદાન, ખાડની આસપાસનો વિસ્તાર, ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ ખુલ્લી કાંસ અને તેની ઉપર, ભોજા તલાવડી, સરસ્વતી નગર, રાજીવનગર, પ્રગતિનગર અને પીજ ભાગોળ બહુચરાજી મંદિર પાસેના વિસ્તારમાં ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. પાલિકા પ્રશાસન ચાર દિવસથી સફાઈની બૂમરેંગ કરી રહી છે.

પરંતુ સ્લમ વિસ્તારોમાં હજુ પણ પાલિકા પ્રશાસન પહોંચી શક્યુ નથી. પાણીજન્ય રોગ મોટા પ્રમાણમાં નડિયાદમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે લોકો પણ ચિંતિત બન્યા છે. પખવાડિયા પહેલા પડેલા વરસાદ અને ગટરોના કારણે હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને કચરો પણ સમયસર ન ઉઠાવતા તેનો પણ ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે આ રોગને કાબુમાં લેવા તાત્કાલિક ધોરણે ક્લોરીનેશન અને સફાઈની કામગીરીને વેગ આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...