શરદ પૂર્ણિમા:ખેડા જિલ્લામાં શરદ પૂનમના આગલા દિવસે રાસ-ગરબાની રમઝટ, ચમોસ લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક દ્વારા ઉજવણી કરાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • શહેરના પીપલગ પાસે આવેલા પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ઉજવણી કરાઇ

વર્ષમાં કુલ 6 ઋતુઓ આવે છે. વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ આ દરેક ઋતુઓની આગવી ઓળખ અને વિશિષ્ટતા છે. શરદ્ ઋતુમાં ચાંદનીનું અજવાળું માણવાનું મળે છે. આસો સુદ પૂનમ છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. તેનો પ્રકાશ શીતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. આકાશમાં શ્વેત ચાંદની રેલાતી હોય છે. આ રાત્રિએ ચંદ્ર પણ પૃથ્વીની વધુમાં વધુ નજીક હોય છે. ચંદ્રના આ શાંત-શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ ઔષધિઓને અત્યંત પોષણ મળે છે. આ શરદ્ પૂર્ણિમાને માણેકઠારી પૂનમ પણ કહેવાય છે. આવા ધવલરંગી ઉત્સવે ટાંણે લોકો દૂધ પૌંઆનો પ્રસાદ આરોગી ખુશાલી વ્યક્ત કરે છે. આ શરદ પૂર્ણિમાના દિવસે શ્રીકૃષ્ણે કરેલી રાસલીલાને પણ યાદ કરાઈ છે. આ પર્વના આગળના દિવસની રાત્રે ચરોતર મોટી સત્તાવીસ (ચમોસ) લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

શરદ પૂનમની રાત જો ચાંદલીયો ઉગ્યો રે સખી મારા ચોકમાં.. પૂનમની પ્યારી પ્યારી રાત ના અજવાળે.... ચરોતર મોટી સત્યાવીસ લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક દ્વારા શરદ પૂનમની ઉજવણી કરાઈ છે. નડિયાદ શહેરના પીપલગ પાસે આવેલા પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર (સમાજ વાડી) ખાતે સમાજના લોકોએ રાસોત્સવની ઉજવણી કરી છે.

આ પ્રસંગે સમાજના પ્રમુખ કલ્પેશ પટેલ, પૂર્વ પ્રમુખ ગીરીશ બી. પટેલ (મહુધા), ટ્રસ્ટી નિરંજન પટેલ, ગીરીશ પટેલ(ત્રાજ), નટવર પટેલ, સુમન પટેલ સહમંત્રી રાજુભાઇ ખજાનચી, સુનીલભાઇ, ગીરાબેન પટેલ, દેવાયાનીબેન પટેલ, જેમીનીબેન પટેલ (અલ્પાહાર દાતા), ઇનામના દાતા નયનાબેન પટેલ, મહાપ્રસાદના દાતા સરલાબેન પટેલ, સાંસ્કૃતિક કન્વીનર વિક્રમભાઇ પટેલ તેમજ સમાજના અગ્રણીઓએ સૌ પ્રથમ મા જગદંબાની આરતી ઉતારી હતી. જ્યારે દિપક ઢગટ તથા કલાવૃંદ જીતેન્દ્ર જોષી (કેનેડા) રંગતાળી ગરબાની રમઝટ બોલાવી હતી. જેના તાલે યુવતીઓ ગરબાના તાલમાં તાલ મિલાવી ગરબે ઘૂમી હતી.

અન્ય સમાચારો પણ છે...