આત્મહત્યા:નડિયાદમાં મોટા ભાઈની સગાઈના દિવસે નાના ભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, આત્મહત્યાનું કારણ અકબંધ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવકના પિતા નિવૃત્ત SRPના જવાન
  • મૃતક સિવાય ઘરના તમામ લોકો લીમડી ખાતે આ સગાઈમાં ગયા હતા
  • સારા પ્રસંગે નાના દીકરાએ જીવન ટૂંકાવતાં પરિવાર શોકમાં ગરકાવ

નડિયાદમાં રિટાયર્ડ SRP જવાનના પુત્રએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતો હતો
નડિયાદ શહેરના કપડવંજ રોડ પર SRP કેમ્પની સામે જીવનદીપ સોસાયટીના મકાન નં. ઈ/7માં મહેન્દ્રભાઇ મકવાણા રહે છે. તેઓ નિવૃત્ત SRP જવાન છે. તેમના ત્રણ દીકરા, જે પૈકી વચેટ દીકરા પ્રતીક (ઉં. વ. 26) ગત મધરાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. પ્રતીક પોતે અપરિણીત હતો અને તે અમદાવાદ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ રાત્રે તે ઘરમાં એકલો હતો એ દરમિયાન કોઈ કારણોસર ઘરના હૂક સાથે કાપડ બાંધી તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

આ ઘટનાની જાણ મહેન્દ્રભાઈ અને તેમનાં પરિવારજનોને થતાં તેઓ ઘરે આવી જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વચેટ દીકરાના આ પગલાને કારણે તેના બે ભાઈઓ તથા પિતાને ભારે આઘાત લાગ્યો છે. આ અંગેની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતાં તે બીટના જમાદારે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મોટા દીકરાની ગત 28મી માર્ચના રોજ સગાઈ હતી
​​​​​​​પોલીસની પ્રાથમિક તપાસ મહેન્દ્રભાઇના મોટા દીકરાની ગત 28મી માર્ચના રોજ સગાઈ હતી, તેથી પ્રતીક સિવાય તમામ લોકો લીમડી ખાતે આ સગાઈમાં ગયા હતા અને એ દરમિયાન પ્રતીક ઘરે એકલો હતો એ સમયે આ પગલું ભર્યું હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી એ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...