ધનતેરસ:ધનતેરસના દિવસે નડિયાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા ખરીદી નીકળી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવોમાં સતત ઘટાડો નોંધાયો છે. ખેડા જિલ્લામાં ધનતેરસના દિવસે પણ સોનાના ભાવો ઘટતા બજારમાં ઘરાકી જોવા મળી છે. જ્વેલર્સની અપેક્ષાઓ મુજબ જ દિવાળી ટાણે ઘરાકી નોંધાઈ હોવાનું જાણવા મળ્યુ છે. જેના કારણે સોની બજારના વેપારીઓ ગેલમાં આવી ગયા છે. ગયા વર્ષે કોરોના મહામારી અને સોનાના વધેલા ભાવોને કારણે બજારો સુના બન્યા હતા. કોરોનાની સાથેસાથે સોનામાં વધેલો ભાવ ઓછી ઘરાકી માટે જવાબદાર બન્યો હતો. જો કે, આ વર્ષે ભાવોમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે.

પુષ્પનક્ષત્રના દિવસથી માંડી અત્યાર સુધી ભાવ એકધાર્યો સ્થિર રહ્યો છે, કોઈ મોટો ઉલટફેર થયો નથી. ગયા વર્ષે 50,800એ પહોંચેલા ભાવમાં ચાલુ વર્ષે સાત હજાર રૂપિયા કરતા વધુનો ઘટાડો નોંધાતા ભાવ 42,600એ પહોંચ્યો છે. બીજીતરફ છેલ્લા આઠેક મહિનાથી લોકોના વેપાર-ધંધા અને નોકરીઓ પણ ફરીથી જામી છે. જેના કારણે લોકો બચત સ્વરૂપે સોનાની ખરીદી કરવા આતુર લબન્યા હતા. તેવામાં તહેવારો ટાણે ભાવો ઓછા દેખાતા લોકોએ ખરીદી કરી છે.

અન્ય સમાચારો પણ છે...