તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધની રેલમછેલ:કપડવંજના ફતિયાવાદ ગામ પાસે દૂધનું ટેન્કર પલ્ટી જતા રસ્તા પર દૂધ ઢોળાયું, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજારો લીટર દૂધ રસ્તા પર વેડફાયું

કપડવંજના ફતિયાવાદ ગામની સીમમાંથી પસાર થઈ રહેલ દૂધ ભરેલ ટેન્કર એકાએક પલ્ટી ખાઈ ગયું છે. આ અકસ્માતમાં ડ્રાઇવર-ક્લીનરનો આબાદ બચાવ થઈ ગયો છે. પરંતુ હજારો લીટર દૂધ વેડફાયું જવા પામ્યું છે. બનાવ બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.

કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામની સીમમાં ગુરુવારના રોજ બપોરે એક દૂધ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું. સાંકડો રસ્તો હોવાથી ઉપરોક્ત ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર રોડની સાઈડમાં એકાએક પલ્ટી ખાઈ ગયું છે. આ બનાવમાં ટેન્કર ચાલક અને કલીનરનો આબાદ બચાવ થઈ ગયો છે. પરંતુ ટેન્કરમાં ભરેલ હજારો લીટર દૂધ વેડફાયું ગયું છે. આ દૂધના રેલા આસપાસના ખેતરોમાં પહોંચી જતાં ત્યાં દૂધની નદીઓ વહી હતી. ઘટના બાદ ગ્રામજનોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...