તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવ અધ્ધર થયા:ગળતેશ્વરના સેવાલીયામાં ધોળા દિવસે વીજ વાયરમાં તણખા જરી નીચે પડતા અફડાતફડી, વીજ તંત્રની ઘોર બેદરકારી

નડિયાદએક મહિનો પહેલા
  • નગરમાં ઠેરઠેર જીવલેણ વીજવાયરો મોતના સોદાગર બને તેમ છે

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયામાં બજારની અંદર વીજ પોલ પરથી વીજ વાયર તણખાં જરી નીચે પડતાં અફડાતફડી મચી ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, ઘટનાને પગલે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

સેવાલીયામા જીવતા વીજવાયર ધોળે દિવસે તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. તાલુકાના મુખ્ય મથક સેવાલીયામાં ભર બપોરે મેઈન બજાર અવધૂતના ખાંચા વિસ્તારમાં શનિવારની બપોરે વીજના થાંભલા પર વીજ વાયરોમાં અચાનક તણખાં જરતાં આગ લાગી હતી. જેના કારણે હેવી વીજ પસાર થતી લાઇનમાં મોટા અવાજ સાથે સળગીને તૂટી પડતા આજુબાજુમાં નાશભાગ મચી જવા પામી હતી.

ચાલુ લાઈન એકાએક તૂટી પડતાં અહીંયા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. નીચે પડેલા કેબલો અર્થીગ થતાં આગની જ્વાળા અને ધુમાડા ઉડતા જોવા મળ્યા હતા. લોકોની સમય સૂચક્તા અને સદનસીબે વીજ વાયર પડ્યા તેની નીચે કે આજુબાજુ કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી છે.

ધોળે દિવસે આ બનાવ બનતા તેની પાછળ વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અને તેમના પ્રત્યે પ્રજામાં રોષ જોવા મળ્યો હતો. ઘટના બાદ તુરંત વીજ કર્મીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સેવાલીયામાં ઠેકઠેકાણે જીવલેણ વીજ વાયરો મોતના સોદાગર બની ઉભા છે. ચોમાસાની ઋતુમાં આવા બનાવો પર બ્રેક વાગે તેવું સ્થાનિકો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...