તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના પ્રહાર:કોરોના મહામારીમાં કાગળ પર સુંદર આયોજન, જમીની હકીકત ખતરનાક, અમિત ચાવડાએ સરકારને આડે હાથ લીધી

નડિયાદ2 મહિનો પહેલા
  • કઠલાલમાં એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા

હાલ કોરોનાની મહામારીમાં લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મળી શકતી નથી. ત્યારે નાગરિકોને સ્થાનિક અને નજીકમાં જ એમ્બ્યુલન્સની સુવિધા મળી રહે એવા ઉદ્દેશથી કઠલાલ ખાતે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ તકે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં સરકાર ફક્ત કાગળ ઉપર સુંદર આયોજન બતાવે છે પરંતુ જમીની હકીકત ખતરનાક છે.

ટેસ્ટિંગ ઓછું થાય છે જેને કારણે સંક્રમિત લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં સરકાર ફક્ત કાગળ ઉપર સુંદર આયોજન બતાવે છે પરંતુ જમીની હકીકત ખતરનાક છે. લોકો વેન્ટિલેટર, ઓક્સિજન અને બેડ અને ઇન્જેકશનના અભાવે મરી રહ્યા છે. ટેસ્ટિંગ કિટો તો ગાયબ થઈ ગઈ છે ટેસ્ટિંગ ઓછું થાય છે જેને કારણે સંક્રમિત લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

રસીનો બીજા ડોઝ લેવા માટે દર દર ભટકવું પડે છે
સરકારે મોટા ઉપાડે ગુજરાતમાં પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાના ભાષણો આપ્યા હતા. વિદેશમાં દવાઓ સપ્લાય કરીશું તેમ કહ્યું હતું. મુખ્યમંત્રી મોટી મોટી વાતો કરતા હતા પરંતુ હાલમાં ફક્ત 10 જિલ્લાઓમાં જ વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વેક્સિનેશનનો પહેલો ડોઝ મળ્યો છે તેવા 45 વર્ષથી ઉપરના લોકોને બીજા ડોઝ લેવા માટે દર દર ભટકવું પડે છે. સરકાર છેલ્લો બચાવ જે રસીનો રસ્તો છે તે વ્યક્તિ પણ આપી શકતી નથી ગુજરાત સરકારની અણઆવડત અને અણધડ વહીવટના કારણે લોકો મરી રહ્યા છે.

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આસપાસના ગ્રામ્ય તળના લોકોને આ મહામારી સામે એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે. આ પ્રસંગે અમિત ચાવડા, કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, ઠાસરાના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ પરમાર તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...