તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Poo Located On Four Roads In Surat. Outrage In Kheda District Over Mockery Of Ravi Shankar Maharaj's Statue, Application Form Given To Collector

નારાજગી:સુરતમાં ચાર રસ્તા પર આવેલ પૂ. રવિશંકર મહારાજની પ્રતિમાને ટીખળ કરતાં ખેડા જિલ્લામાં ભારે રોષ,કલેકટરને આવેદનપત્ર અપાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • બનાવ પ્રકાશમાં આવતા પૂ. દાદાની જન્મભૂમિ ખાતે હજારો લોકોની લાગણી દુભાઈ

કોઈપણ દેશમાં રાષ્ટ્ર માટે પ્રાણ ત્યાગનાર લોકોનું સ્થાન હંમેશા ઊંચુ રહે છે. આપણાં દેશમાં પણ અનેક લોકોએ રાષ્ટ્ર માટે જીવ આપ્યો છે. અને તેથીજ તેમના માનમાં નાના મોટા શહેરોમાં ચાર રસ્તે આવા રાષ્ટ્ર પ્રેમી વિભૂતિઓની પ્રતિમા તમે જોઈ હશે. પરંતુ અવાર નવાર અસામાજિક તત્વો આવી વિભૂતિઓની પ્રતિમાને ટીખળ કરતાં હોય છે ત્યારે સ્વાભાવિક છે લોહી ઊકળી જાય. તાજેતરમાં સુરત ખાતે મૂક સેવક પૂ.રવિશંકર મહારાજની પ્રતિમાને ટીખળ કરતાં ખેડા જિલ્લામાં ભારે રોષ જોવા મળ્યો છે. તો આ આક્રોશ સાથે યુવાનોએ જીલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

રાજ્યના નાના મોટા શહેરોમાં છાશવારે ચાર રસ્તાઓ પર આવેલ વિભૂતિઓની પ્રતિમાને ટીખળ કરતાં આ મુદ્દો વિવાદમાં રહે છે. અસામાજિક તત્વો પ્રતિમાને ચેડા કરી રફુચક્કર થઈ જાય છે જેના કારણે રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે. તાજેતરમાં સુરત ખાતે ભટાર ચાર રસ્તા પાસે મુકવામાં આવેલ પૂ. રવિશંકર મહારાજની પ્રતિમાને કોઈ અસામાજિક તત્વોએ મોઢે માસ્ક બાંધતાં રાષ્ટ્ર પ્રેમી લોકો નારાજ બન્યા છે. તો વળી આ પ્રતિમાની આસપાસ અસહ્ય ગંદકી ખદબદી રહેતા હોવાના સમાચારો અખબારોમાં આવતાં રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણીને ઠેસ પહોંચી છે.

આ નિંદનીય ઘટનાના પડઘા નડિયાદ સહિત જિલ્લામાં પડ્યા છે. પૂ. રવિશંકર મહારાજના જન્મ સ્થળ રઢુ ખાતે ગામના યુવાનો દ્વારા ચાલી રહેલ સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા આ અંગે જીલ્લા સમાહર્તાને રજૂઆત કરાઈ છે. જેની નકલ મુખ્યમંત્રી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ મોકલવા આવી છે. આ સાથે આવી નિંદનીય ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...