તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ અંગે બેઠક:કોવિડ વેક્સિનેશન અંગે નડિયાદ અમદાવાદી બજાર ખાતે બેઠક યોજાઇ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં રસીકરણ અંગેની પત્રિકાનું વિતરણ કરાયું

કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સિન એક માત્ર ઉપાય છે. આ વેક્સિન લેવા બાબતે જન જાગૃતિ અર્થે નડિયાદ અમદાવાદી બજાર ખાતે આવેલ સબનમ હોલમાં મુસ્લિમ આગેવાનોની એક મીટીંગ ગત રાત્રે યોજાઈ હતી.

આ મીટીંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં કલેકટર આઈ.કે.પટેલ, જિલ્લા વિકાસ અઘિકારી ડી.એસ.ગઢવી, પ્રાંત અધિકારી નડિયાદ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી ડૉ. પી.આર.સુથાર વગેરે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રસી વિશેની લોકોમાં રહેલ તમામ ગેર સમજ અહીંયા દુર કરવામાં આવી હતી.

રસીકરણ અંગેની પત્રિકાનું પણ વિતરણ કરાયું હતું. દેશમાં જ બનેલી આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, ફાયદાકારક અને નિશુલ્ક છે. રસીના બે ડોઝ લેવાના રહે છે અને તેની કોઈ આડઅસર નથી. 45થી વધુ ઉમર ધરાવતા દરેક નાગરિકો પોતાનું આધારકાર્ડ લઇ જઈને નજીકના સેન્ટર પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રસી મુકાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો