તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A Raid On A Gambling Den At A Hotel In Kathlal Rajmahal, Eight Nabiras, Including The Hotel Owner And Manager, Were Caught Gambling.

જુગારધામ:કઠલાલ રાજમહેલમાં હોટલમાં ચાલતા જુગારધામ પર દરોડો, હોટલ માલિક, મેનેજર સહિત આઠ નબીરા જુગાર રમતા ઝડપાયા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાસ્થળ પરથી 1.83 લાખ રોકડા સહિત 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખેડા જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે પણ જુગાર, દારૂની બદીઓ ફુલી ફાલી છે. એક બાજુ રાત્રી કર્ફ્યૂ છે તો બીજી બાજુ આવી બદીઓ મોટાપ્રમાણમાં ફુલીફાલી છે. કઠલાલમાં હોટલની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી છે. આ સમયે જુગાર રમતા કુલ 8 વ્યક્તિઓને પકડી પાડયા છે. જેમાં હોટલ માલિક અને મેનેજરનો પણ સમાવેશ થાય છે. તો આ પકડેલા જુગિરીયાઓમાં નગરના ધનાઢ્ય કુટુંબના નબીરાઓ પણ છે. પોલીસે કુલ રૂપિયા 1 લાખ 83 હજાર રોકડ સહિત મોબાઇલ મળી કુલ રૂપિયા 2 લાખ 19 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કઠલાલમાં નડિયાદ રોડ પર આવેલ રાજમહેલ હોટલમાં ચાલતાં જુગારધામ પર જીલ્લા એલસીબી પોલીસે ગતરાત્રે છાપો માર્યો છે. જ્યાંથી કઠલાલના કેટલાક ધનાઢ્ય પરિવારના નબીરાઓ જુગાર રમતા પકડાયા છે. આ હોટલના રૂમ નં. 102માં જુગાર રમતા હોટલના માલિક નિલેશ ઉર્ફે શંકર સુભાષ પટેલ (રહે. નાની ખડકી, કઠલાલ), હોટલ મેનેજર ભગવતી ડાહ્યા પટેલ (રહે. રાજમહેલ હોટલ), અમીત રમણ પટેલ (રહે. શ્રીનાથજી સોસાયટી, કઠલાલ-બાલાસિનોર રોડ), નાસીરમીંયા નજીરમીંયા ચૌહાણ (રહે. ઈન્દીરાનગરી, કઠલાલ), સંજય ભગવાનદાસ સેજવાણી (રહે. શ્રીજી સોસાયટી, કઠલાલ), અમીત કિરીટ શર્મા ( રહે. નાની ભાગોળ, કઠલાલ), પ્રશાંત અશોક ઠક્કર (રહે. અમદાવાદ, મણીનગર) અને હર્ષિત ઉર્ફે બન્ટી કમલેશ શાહ (રહે. રઘુનંદન સોસાયટી, કઠલાલ)ને રંગે હાથે ઝડપી લીધા છે.

આમાંથી ત્રણ એક વ્યક્તિઓતો ધનાઢ્ય કુટુંબમાંથી આવે છે. પોલીસે આ તમામ ઈસમોની અંગજડતી મળી કુલ રૂપિયા 1 લાખ 83 હજારના રોકડ સાથે મોંઘાદાટ 6 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 2,19,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ તમામ ઈસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...