નડિયાદના નરસંડામાં 60 વર્ષીય વૃદ્ધાને ઘરે મુકી જવાનું કહીં એક યુવકે કારમાં લીફટ આપી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલ રાત્રે નરસંડા ગામની એક વૃદ્ધા નરસંડા નજીક રોડ પર ઊભી હતી, તે વખતે નરસંડામાં રહેતો 35 વર્ષીય ઘનશ્યામ જશભાઈ રોહિત નામનો યુવક પોતાની કાર લઇને ત્યાંથી પસાર થતો હતો. વૃદ્ધા પર નજર પડતાં તેણે જણાવ્યું હતું કે, 'ચાલો બેસી જાઓ તમને ઘરે છોડી દઉં છું'. તેવું કહેતા ઘનશ્યામ ગામનો જ હોય અને પોતાના પુત્ર સમાન હોઇ વૃદ્ધા તેની કારમાં બેસી ગયા હતા. પરંતુ ઘનશ્યામના ઈરાદા કંઈક અલગ હતા તે કારને નરસંડા વટાવી રાજનગર તરફ લઇ ગયા બાદ વૃદ્ધાને મારમારી તેની પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો અને વૃદ્ધાને ત્યાં છોડી દીધા હતા.
વૃદ્ધા લોકોની મદદ લઇ પોતાને ઘેર પહોંચ્યા બાદ ચકલાસી પોલીસ મથકે આ બનાવ અંગે ઘનશ્યામ જશભાઈ સામે ફરિયાદ આપતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી ઘનશ્યામ રોહિતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.