તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા, એક ફુલ દો માલી:વિધવાના પ્રેમમાં પાગલ જુના પ્રેમીએ નવા પ્રેમીની હત્યા કરી, ઠાસરામાં ખેતરમાંથી મળેલી લાશમાં હત્યાનો ગુનો નોંધાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનું આવતાં અંતે રહસ્ય પરથી પડદો ઉંચકાયો
  • ઠાસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી

ઠાસરાના વિઠ્ઠલપુરા સીમના ખેતરમાંથી મળેલ મૃતદેહ પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પીએમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે તપાસ આદરતાં પુરેપુરી ઘટનાનો રહસ્યો પરનો પડદો ઉંચકાયો છે. વિધવાના પ્રેમ સંબંધમાં જુના પ્રેમીએ નવા પ્રેમીની હત્યા કરી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા ગામે રહેતા 42 વર્ષિય અપરિણીત લાલાભાઈ રઈજીભાઈ પરમારનો મૃતદેહ ગતરોજ સવારે વિઠ્ઠલપુરા સીમના ખેતરમાંથી મળી આવ્યો હતો. જે બાદ પ્રાથમિક તપાસમાં ઠાસરા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરતાં ખુની ખેલમાં લાલાભાઇનું મૃત્યુ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જે દિશામાં પોલીસે આગળ તપાસ કરતાં ઉપરોક્ત લાલાભાઇ પરમાર અને કઠલાલ તાલુકાના રઘુનાથપુરા ખાતે રહેતો ભગાભાઈ ઈશ્વરભાઈ હરીજન વચ્ચે દસ એક દિવસ પહેલા બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રેમ પ્રકરણ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસને વધુમાં જાણવા મળ્યું હતું કે લાલાભાઈને ફળીયામાં રહેતી વિધવા મહિલા ગીતાબેન ભલાભાઈ સેનવા સાથે પ્રેમ સંબંધ હતો. ગીતાબેન કામ અર્થે લાલાભાઇના ખેતરમાં આવે અને આ સમયે બન્ને વચ્ચે પ્રેમ સંબંધની કુપળો ફુટી હતી. જોકે આ અગાઉ આ ગીતાબેનને તેમની પડોશમાં રહેતા ઉદેસિંહ બચુભાઈ હરીજનના માસીના દિકરા ભગાભાઈ ઈશ્વરભાઈ હરીજન સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતની તકરારમાં ઉપરોક્ત લાલાભાઇ અને ભગાભાઈ બન્ને બાખડતાં હતાં. ભગાભાઈ પોતે એકલવાયું જીવન ગાળતાં હતા. એક માસ અગાઉ અને તાજેતરમાં 10 દિવસ પહેલા જ આ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી ઝઘડો થયો હતો.

ઘટનાની રાત્રીએ ગામમાં રહેતા એક વ્યક્તિએ આ બન્નેને રતન્નામુવાડા તરફ જતાં જોયાં હતા. અને ઉપરોક્ત બાબતની તકરારમાં ભગાભાઈએ લાલાભાઇને પહેલાં માથાના ભાગે કોઈ હથિયાર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી હોવાનું રહસ્ય ઉંચકાયું છે. આથી પોલીસે હત્યારા ભગાભાઈ હરીજનને પકડી પાડી તેના વિરુદ્ધ આઈપીસી 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...