તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુકર્મ:ઠાસરાના હરખોલમાં હવસખોર શખ્સે સાત વર્ષના દિકરાની માતા સાથે બળાત્કાર ગુજાર્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળાત્કાર ગુજારનાર નરાધમની ડાકોર પોલીસે અટકાયત કરી

સમગ્ર રાજ્યમાં બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઠાસરા પંથકમાં બળાત્કારની ઘટના સામે આવતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. ઠાસરાના હરખોલમાં નરાધમે એક સાત વર્ષના દિકરાની માતા સાથે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી હવસખોર આરોપીની અટકાયત કરી દીધી છે.

ઠાસરા તાલુકાના હરખોલ ગામની સીમમાં રહેતો પેન્ટો ઉર્ફે બળવંત શાહભાઈ પરમારે ગત 13મી જૂને સવારના સુમારે ખેતરાડું રસ્તે પસાર થઈ રહેલી મહિલા પર દાનત બગાડી હતી. આ મહિલા પોતે ખેતરમાં ખેતમજૂરી કરે છે અને તે પોતાના સાત વર્ષના દિકરા સાથે માથે પુરાનો ભારો મૂકી પરત ઘરે આવતી હતી. આ સમયે નરાધમ પેન્ટો ઉર્ફે બળવંત તેણીનો એકલતાનો લાભ લઈ ખેતરના શેઢા પાસે બાથ ભીડી હતી.

આ બાદ તેણીની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. ગભરાયેલી મહિલાએ પોતાની આપવીતી પોતાના પરિવારજનોને જણાવ્યા બાદ ગતરોજ ડાકોર પોલીસ મથકે ભોગ બનનાર મહિલાએ આ હવસખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 376 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...