તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન વાર્તાલાપ:"ઘડપણ સાથે સગપણ" કાર્યક્રમ યોજાયો, વૃદ્ધાવસ્થામાં ઉપયોગી અને સમજવા જેવી બાબતો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવનની અનેક પ્રેરણાત્મક બાબતો આ કાર્યક્રમમાં કહેવામાં આવી

Our Own Gujarati Senior Citizen Friends Circle , Regina, કેનેડા દ્વારા તાજેતરમાં ગુજરાતી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ સાહિત્કાર, પ્રભાવક વક્તા મણિલાલ હ.પટેલનો "ઘડપણ સાથે સગપણ" વિષય પર ઓનલાઇન વાર્તાલાપ યોજાયો છે.

સમજવા જેવી અનેક મહત્વની બાબતો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો

આ કાર્યક્રમની શરૂઆત ચંદ્ર કિશોરભટ્ટના શ્લોકથી કરવામાં આવી હતી. રાજેન્દ્ર દવેએ વક્તાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગ્રુપના સ્થાપક અને નડિયાદના વતની એવા ઘનશ્યામ પટેલે મણિલાલ હ. પટેલનો વિગતવાર પરિચય આપ્યો હતો. મણિલાલના વાર્તાલાપમાં ઉડીને આંખે વળગે તેવી વૃદ્ધાવસ્થામાં ઉપયોગી અને સમજવા જેવી અનેક મહત્વની બાબતો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, " તું શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડા ના મકાનમાં", ધન, પ્રેમ, કીર્તિની ચાહ દિલથી જ ત્યજવી. પ્રત્યેક પળ પહેલી અને છેલ્લી છે એમ માણવી, જિજીવિષા વિષે સુંદર સ્પષ્ટ છણાવટ કરી હતી.

અનેક પ્રેરણાત્મક બાબતો આ કાર્યક્રમમાં કહી

નાક, કાન, જીભ, મુખ અને આંખ આ પાંચેય ઇન્દ્રિયોના વિષયોને ટોલ ટેક્ષની ઉપમા આપતાં જણાવ્યું કે જીભનો સ્વાદ આંખને આપવો, કાનને પંખીઓના કલરવ, ઝરણાના સંગીત, સ્વરના તાજગી ભરે એવા કોઈપણ સંગીતથી શરૂ કરી આહલાદકતાને મન ભરી માણી લો. ઘડપણને ઉત્સાહ ઉમંગથી તરોતાજા કરી મૂકવાની ઉચિત વાત કરી હતી. બાળપણ, ઘડપણના ટ્રસ્ટી બનો મલિક નહી. અપેક્ષાઓને નાથો, ટૂંકાવો, મુશ્કેલીને ઉભી ન કરો. ક્ષણ ક્ષણને ભરપૂર માણી જ લો. આવી અનેક પ્રેરણાત્મક બાબતો આ કાર્યક્રમમાં કહી હતી.

ગ્રુપના સભ્યોએ વળતો પ્રતિભાવ આપી સાહિત્યકારનો આભાર માન્યો

જે બાદ ગ્રુપના સભ્યોએ વળતો પ્રતિભાવ આપી સાહિત્યકારનો આભાર માન્યો હતો. આ તબક્કે નડિયાદની કુ.કૃતિ સરૈયાએ તેમની મધુર વાણીથી પ્રતિભાવમાં સૂર પુરાવ્યો હતો. સાથે પ્રશાંત ચોકસીએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંત ભાગમાં ગોવિદ શાહના સ્વર્ગસ્થ માતાને શાંતિ મળે તે માટે પ્રાર્થનાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...