કાર્યવાહી:ફાયર સેફ્ટી અને NOC અભાવે ઠાસરા CHCના સુપ્રિટેન્ડન્ટની કચેરી સીલ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી નોટીસ પાઠવી

કોરોના કાળ દરમિયાન હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાને પગલે સરકાર દ્વારા ફાયર સેફ્ટી અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા પર ધ્યાન દોરવામાં આવ્યું છે. ત્યારે ઠાસરા નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટિના મામલે સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની કચેરીની સીલ મારી દીધું છે. અગાઉ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી મામલે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટને નોટિસ આપી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

ઠાસરા પાલિકા ચીફ ઓફિસર રુચિ બિન્દાલે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ ઠાસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફ્ટી મામલે તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ હોસ્પિટલ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ આજરોજ સુપ્રિટેન્ડન્ટની ઓફિસને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે હોસ્પિટલમાં હાલ દર્દીઓ દાખલ હોવાને કારણે તેમના ઈલાજને અસર ન પહોંચે માટે સમગ્ર હોસ્પિટલને સીલ કરાઈ નથી. મહત્વની વાત છે કે સમગ્ર જિલ્લામાં ઘણી એવી ખાનગી હોસ્પિટલો છે, જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. પરંતુ આવી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા હોતી નથી. ત્યારે આવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાને બદલે ગરીબ દર્દીઓ જે હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે, તેવી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી તંત્ર શુ સંદેશ આપી રહ્યું તે સમજવું રહ્યું. જો કે સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી ત્યારે આગામી દિવસોમાં તંત્ર શુ કરશે.

અન્ય સમાચારો પણ છે...