• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Gandhian Teacher Of Walla School In Nadiad Sent A Persuasive Message Of Vaccination Through Forgotten Folk Art In Navratri Festival

નવરાત્રિમાં રસીનો સંદેશ:નડિયાદના વાલ્લા સ્કૂલના ગાંધીવાદી શિક્ષકે નવરાત્રિ પર્વમાં ભૂલાતી લોકકલાના માધ્યમથી રસીનો પ્રેરક સંદેશ પાઠવ્યો

નડિયાદ2 દિવસ પહેલા
  • પપેટ શોનો વીડિયો વાયરલ કરી રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા પ્રયાસ કર્યો
  • એક કોરોના યોદ્ધા શિક્ષકનો નવતર પ્રયોગ

સમગ્ર વિશ્વને હચમચાવનાર કોરોનાએ લોકોની જીંદગી તહેસ મહેસ કરી દીધી છે. આપણાં દેશમાં કોરોનાની ઉઠેલી બે લહેરે કેટલાય લોકોની જીંદગી ઉજાળી નાખી છે. ત્યારે આ રોગથી બચવા માત્ર એક ઉપાય છે રસીકરણ, સરકાર દ્વારા રસીકરણના અભિયાનને ધપાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. લોકો રસી મૂકાવે તે માટે જનજાગુતિ કાર્યક્રમો પણ સરકાર કરી રહી છે. આ વચ્ચે નડિયાદના વાલ્લા શાળાના ગાંધીવાદી શિક્ષકે નવલી નવરાત્રિના પર્વમાં ભૂલાતી લોકકલાના માધ્યમથી રસીના બન્ને ડોઝનો પ્રેરક સંદેશ લોક સમાજને પાઠવ્યો છે. જેનો વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કરાયો છે.

નડિયાદ સંતરામ દેરી પાછળ ક્રિષ્નમ બંગ્લોઝમાં રહેતા અને નડિયાદ તાલુકાના વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ઉપાચાર્ય તરીકે ફરજ બજાવતા ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે શક્તિ આરાધનાના પર્વ એવા નવલી નવરાત્રિ દરમિયાન ભૂલાતી લોકકલાના માધ્યમથી રસીના બન્ને ડોઝનો પ્રેરક સંદેશ પાઠવ્યો છે. આ શિક્ષકે પપેટ શો નો એક વિડીયો બનાવ્યો છે. જેમાં દર્શાવાયું છે કે હાલ નવરાત્રિના તહેવાર નિમિત્તે ગરબાની રમઝટ સાથે રસીના ડબલ ડોઝની વાત વર્ણાવી છે. ગામના વડીલ બા ગરબે રમતા દરેકને પૂછે છે, રસીના ડબલ ડોઝ લીધા છે ? એક દીકરી કહે છે કે" મેં એક જ ડોઝ લીધો છે".તો બા તેને રસીનો બીજો ડોઝ લેવાની વાત કરે છે. આમ સમાજ ઉપયોગી સંદેશો આ પપેટ શો દ્વારા આપવામાં આવ્યો છે. શું કરે એકલી સરકાર..તમેય થોડી રાખો દરકાર.. કહેવામાં આવ્યું છે. આ અંગેનો વિડિયો તેમણે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સમાજને પ્રેરક સંદેશો પણ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નડિયાદ તાલુકાની વાલ્લા શાળા છેલ્લા 18 વર્ષથી લોકકલા દ્વારા લોકશિક્ષણનું ઉમદા કાર્ય કરે છે. શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે કોરોના કાળમાં પણ અનેક લોકજાગૃતિ તથા સમાજ ઉપયોગી કાર્યક્રમો ગ્રામ્ય અને શહેર વિસ્તારોમાં ફરી ફરીને કર્યા છે. આવા ગાંધી વિચારક શિક્ષકને આજની સલામ છે.

અન્ય સમાચારો પણ છે...