તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Principal Of Vaghas Primary School In Kapadvanj Did A Unique Study Tree Planting In The School And Village, Gave A Project To The Children To Get Information About It.

"વૃક્ષ સે દોસ્તી":કપડવંજના વઘાસ પ્રાથમિક શાળાના આચાર્યએ શાળા અને ગામમાં કર્યુ અનોખું અભ્યાસુ વૃક્ષારોપણ, બાળકોને છોડ આપી તેના વિશે માહિતી મેળવવવાનો પ્રોજેક્ટ આપ્યો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
"વૃક્ષ મારા દોસ્ત" હેઠળ બાળકોએ હોંશે હોંશે વૃક્ષારોપણ કર્યુ. - Divya Bhaskar
"વૃક્ષ મારા દોસ્ત" હેઠળ બાળકોએ હોંશે હોંશે વૃક્ષારોપણ કર્યુ.
  • શાળાના વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ સાથે જોડી વૃક્ષોનો મહત્વ વિશે પ્રોજેક્ટ કાર્ય અપાયું
  • "વૃક્ષ મારા દોસ્ત" વિષય પર બાળકો કરશે પ્રોજેક્ટ કાર્ય

એક વૃક્ષના રોપા પકડી ફોટા પડાવતી આ દુનિયામાં આજે પણ પર્યાવરણ પ્રેમી લોકો જોવા મળી રહ્યા છે. જોકે તેની સંખ્યા ખુબજ જુજ છે. આજે વાત કરીએ ખેડા જિલ્લાના કપડવંજ પંથકના વઘાસ ગામે તો અહીંયા કંઇક જુદી રીતે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અહીંયા આવેલ પ્રાથમિક શાળાના ગાંધીવાદી આચાર્ય એ શાળા અને ગામમાં અભ્યાસુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં 50 બાળકોના ઘરે પહોંચી આ આચાર્ય એ વિવિધ જાતીના રોપા આપ્યા છે અને જેનું આપણાં જીવનમાં શું મહત્વ રહેલું છે તે વિષય પર બાળકોને પ્રોજેક્ટ આપી વૃક્ષ કેળવવા માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. આમ "વૃક્ષ સે દોસ્તી" નો અનોખા પ્રોજેક્ટનો આરંભ કરાયો છે.

બાળકોએ કર્યું અનોખું વૃક્ષારોપણ
બાળકોએ કર્યું અનોખું વૃક્ષારોપણ

કપડવંજ તાલુકાના નાનકડા ગામ વઘાસ ખાતેની પ્રાથમિક શાળાના ગાંધીવાદી આચાર્ય જીતેન્દ્ર પટેલે અનોખી રીતે વૃક્ષારોપણ કરી વૃક્ષો કેળવાય તે દિશામાં જાગૃતી લાવી છે. જે ખરેખર ખુબજ પ્રશંસનીય છે. આ શાળા દ્વારા દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી "વૃક્ષ મારા દોસ્ત" વિષય પર અનોખી રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય અને શાળાના શિક્ષકો ગામમાં વસવાટ કરતાં વિવિધ સમુદાયના લોકો વચ્ચે જઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ઘરે જઈ વૃક્ષોના રોપા આપ્યા છે. આ સાથે વૃક્ષોને રોપવામાં પણ આવ્યા છે. તો આ વાત આટલેથી અટકતી નહી પરંતુ આ શાળાના બાળકે તેણે રોપેલા છોડનું શુ મહત્વ રહેલું છે અને તેની ઉપયોગીતા વિશેનો પ્રોજેક્ટ પણ આચાર્ય એ બાળકોને આપ્યો છે. જેથી વિદ્યાર્થીઓ મન દઈને છોડને ઉછેર કરે અને તેનું આપણાં જીવનમાં શુ મૂલ્ય રહેલું છે તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

વૃક્ષારોપણના પ્રોજેક્ટમાં શિક્ષક, વાલીઓની બાળકોએ મદદ લીધી
વૃક્ષારોપણના પ્રોજેક્ટમાં શિક્ષક, વાલીઓની બાળકોએ મદદ લીધી

છોડ એ બાળક સમાન છે, ઉછેર પહેલા એનું મરણ ન થાય તે બાબતે કાળજી રાખવી
લીમડો, જામફળ, તુલસી, અરડૂસી, એલોવીરા જેવા અનેક પ્રકારના 50 જેટલા છોડને રોપવામાં આવ્યા છે. શાળા પરિવાર દ્વારા શેરી શિક્ષણ કાર્ય સાથે જોડી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવતા કેટલાક સવાલો પર પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવ્યું જેમાં, બાળકો તેમના માતા પિતા અને વાલીઓ તેમજ શિક્ષકોની મદદ લઇ પ્રોજેક્ટ કાર્ય કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ છોડ એ બાળક સમાન છે એના ઉછેર પહેલાં એનું મરણ ન થાય એની તકેદારી રાખવી તેનું એક બાળકની જેમ જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આમ આ પ્રોજેક્ટ હેઠળ અનોખી રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જે જીલ્લા નહી પરંતુ રાજ્ય કક્ષાએ પણ કદાચ આવુ વૃક્ષારોપણ તમે ક્યાંય નહીં જોયું હોય.

ઉપસ્થિત મહાનુભવોના હસ્તે શાળાની કામગીરીને બિરદાવવામાં આવી
ઉપસ્થિત મહાનુભવોના હસ્તે શાળાની કામગીરીને બિરદાવવામાં આવી

વિવિધ મહાનુભવો હાજર રહી આ પ્રોજેક્ટને વધાવી લેવાયો
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ ડાભી, બીટ નિરીક્ષક એચ.કે. સિસોદિયા, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ઇન્દ્રવિજયસિંહ પરમાર, સી.આર.સી. કો. ઓર્ડીનેટર કિરીટ પટેલ, લીઓ કલબના ગુજરાત સ્ટેટ એન્વાયરમેન્ટ ડાયરેકટર ચિરાગ પરમાર તેમજ દોસ્ત ફાઉન્ડેશનના સ્થાપક અનિલ રોહિત હાજર રહ્યા હતા.

પ્રોજેક્ટની કામગીરી બાળકોને સોંપવામાં આવી છે.
પ્રોજેક્ટની કામગીરી બાળકોને સોંપવામાં આવી છે.

એક સિક્કાની બે બાજુએ કામ કરતો પ્રોજેક્ટ
શાળાના કેમ્પસમાં નર્સરી પણ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત પ્રોજેક્ટ વિશે જોઈએ તો બાળકને વૃક્ષો પ્રત્યે જાણકારી મળે અને તે છોડનો ઉછેર કરે તે હેતુથી એક ફાઈલ આપવામાં આવી છે. જેમાં તેણે રોપેલા છોડ અને તેના વિશે તથા અન્ય વૃક્ષ વિશેના લગભગ 5 સવાલો દર્શાવવામાં આવ્યા છે જેની માહિતી મેળવી 7 દિવસમાં શાળામાં આ ફાઈલને જમા કરાવવાની રહેશે. આમ આ પ્રોજેક્ટ એક સિક્કાની બે બાજુએ કામ કરી રહ્યો છે બાળકોને વૃક્ષોનું જતન કરતાં શીખવે છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ વૃક્ષો પ્રત્યે માહિતીગાર બનશે અને તેમનું મૂલ્યાંકન બુદ્ધિનો વિકાસ થશે.

શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ
શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ

વૃક્ષોના રોપા વાવવાના ક્રેજ વચ્ચે પ્રસિદ્ધ પાછળની દોટમાં વૃક્ષોનું જતન કરવાનું ભૂલાય છે : આચાર્ય જીતેન્દ્ર પટેલ
આ તબક્કે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ જણાવે છે કે આપણે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવીએ છીએ પરંતુ માત્ર પ્રસિદ્ધની આંધળી દોટમાં આપણે આ છોડનું જતન કરવાનું ભૂલી જઈએ છીએ. વૃક્ષો વાવીએ તે પછી તેની તકેદારી તો દૂરની વાત છે પણ તે જગ્યા પર જતાં નથી એટલા બધા આળસુ થઈ ગયા છે. અને આપણે આપણી જવાબદારીથી વિમુખ થઈ જઈએ છીએ. કહે છે ને કે મોટા કરે તેવું નાના ના પણ આચરણમાં આવે જ છે. બસ આવનાર પેઢી આ બાબતનું આચરણ ન કરે ફક્ત પ્રસિદ્ધ નહી પરંતુ ખરા અર્થમાં વૃક્ષનું જતન કરે અને તે વિશે સમજે તે હેતુથી આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. જે ખરા અર્થમાં સાર્થક નીવડી રહ્યો હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...