વીજ ચોરી કરવી પડી ભારે:ગળતેશ્વરના સેવાલીયાની હોટલમાં થતી વીજ ચોરીનો પર્દાફાશ, વડોદરા એમજીવીસીએલની વિજિલન્સ ટીમે દરોડા પાડી રૂ. 10.30 લાખનો દંડ ફટકાર્યો

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલના સંચાલકો બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી કરતા હતા વીજચોરી
  • હોટલ માલિક છેલ્લા ઘણા સમયથી વીજચોરી કરતો હોવાની જાણ થતાં ટીમે દરોડા પાડ્યા
  • રૂપિયા 10.30 લાખનો દંડ ફટકારાતાં સમગ્ર પંથકમાં ચકચાર ​​​​​​​​​​​​​​

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં આવેલી એક હોટલના માલિકને વીજ ચોરી કરવી ભારે પડી હતી. વડોદરાની એમજીવીસીએલની વિજીલન્સ ટીમે સેવાલિયાની એક હોટલમાં દરોડો પાડી વીજચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમજ વીજચોરી મામલે હોટલના માલિકને રૂપિયા 10.30 લાખનો દંડ ફટકાર્યો હતો. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

એમજીવીસીએલના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીક આવેલી જનપથ હોટલના સંચાલકો બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી વીજચોરી કરતા હતા. જેની જાણ એમજીવીસીએલની વડોદરા વિજિલન્સ ટીમને થઈ હતી. જેથી તેમણે ગત 23મી નવેમ્બરના રોજ ઉપરોક્ત સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન હોટલ વીજચોરી કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

વડોદરા વિજિલન્સ ટીમના દરોડાને પગલે હોટલ માલિક છેલ્લા ઘણા સમયથી વીજચોરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વીજ કંપનીએ તેને રૂપિયા 10.38 લાખનો દંડ ફટકાર્યો હતો. તદુપરાંત પોલીસ કાર્યવાહી કરવા પણ કામગીરી હાથ ધરી હતી. આ હોટલના માલિકનું નામ ઇન્દ્રજીત હોવાનું પણ એમજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...