તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:નડિયાદમાં ઉત્કર્ષ સી.સી.ફોરમની સામાન્ય સભામાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા સંસ્થાના અગ્રણીઓને શ્રધ્ધાંજલિ અપાઈ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ સભ્યોના કોરોનાને કારણે થયેલા દુઃખદ અવસાનને કારણે બે મિનિટનું મૌન પાળ્યું

કોરોનાની મહામારીમાં છેલ્લા લગભગ દોઢવર્ષ પછી નડિયાદ બાલકન-જીબારી સંચાલિત ઉત્કર્ષ સીનીયર સીટીઝન ફોરમના સભ્યોની સામાન્ય સભા પ્રમુખ હરીશ શાહના અધ્યક્ષ સ્થાને બાલકન જી-બારીના સભાખંડમાં યોજાઈ હતી. સૌ પ્રથમ સીનીયર સીટીઝન કલબના સ્થાપક કન્વીનર અને નડીઆદ બાલકન-જી-બારીના ઉપપ્રમુખ સ્વ. ભરત પટેલ સહિત અન્ય પાંચ સભ્યોના કોરોનાને કારણે થયેલા દુઃખદ અવસાનને કારણે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

સ્થાપક પ્રમુખ ડૉ. અરવિંદ વ્યાસ, આઈ.પી.પી. દિપક શાહ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને પ્રમુખ હરીશ શાહે સ્વ. ભરતભાઈ પટેલે આપેલી સેવાઓને યાદ કરી દુઃખભર્યા શાબ્દીક શબ્દોથી શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ સભામાં સંસ્થાના 15 જેટલાં સભ્યોએ ઈશ્વરના ભજનો વાગોળી શ્રધ્ધાંજલિ આપી જેનું સુંદર સંચાલન સાંસ્કૃતિક કમિટિના કન્વીનર કિરણ ડાભી અને પ્રવિણ શાહે કર્યું હતું. ભજનો રજુ કરનાર સર્વે ભજનીકોને સ્મૃતિભેટ અને સર્ટિફિકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સભ્યોનું જ્ઞાન વધે તે હેતુસર યોજેલ મનોરંજક બૌધ્ધિક કસોટીમાં સભ્યોએ ભાગ લીધો હતો.

ઘણા સમય પછી મળેલ આ મિટિંગની શરૂઆતમાં સભ્યોને આનંદ મળે તે હેતુસર સ્પોર્ટસ કમિટિના કન્વીનર નીતીન સોની અને હિરેન ઉપાધ્યાય તેમજ હંસાબેન શાહ દ્વારા રમતનું સુંદર આયોજન કર્યું હતું. જેમાં ભાઈઓમાં વિજેતા હરેન્દ્ર ઠાકર અને બહેનોમાં વિજેતા મંદાકિનીબેન જોષીને ઇનામ અને સર્ટિફીકેટ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સંસ્થામાં જોડાયેલા 25 જેટલા નવા સભ્યો તેમજ નવા વર્ષની કારોબારી અને હોદ્દેદારોનું બાલકન-જી બારીનું પ્રતિક ગુલાબના ફુલથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વરસાદનો શુભારંભ થતાં જ બાલકન-જી-બારીના પટાંગણમાં સંસ્થાના સભ્ય મેહુલ પટેલના પ્રયત્નોથી નીપુલ પટેલ અને અન્ય કાર્યકર્તાઓએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સહયોગથી વૃક્ષારોપણનું સુંદર આયોજન કર્યું હતું. ઉત્કર્ષ સી.સી. ફોરમના ઉત્સાહી મંત્રી સુમન પંચાલે કાર્યક્રમની અંતમાં અભારિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...