તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ:કપડવંજ નગરપાલિકાના એમ્બ્યુલન્સ સ્ટાફના કર્મીઓએ બિરદાવવા લાયક કામગીરી કરી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાગ્રસ્ત દર્દીને તુરંત એમ્બ્યુલન્સમાં સિફ્ટ કરી પ્રાથમિક સારવાર આપી

કોરોના કાળમાં એક બીજાને પડખે રહી એકમેકને મદદ કરવાના અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લેવાયેલ કોવિડ પેશન્ટના વહારે કપડવંજ નગરપાલિકાના એમ્બ્યુલન્સ સ્ટાફના કર્મીઓ આવ્યા છે. જે ખરેખર બિરદાવવા લાયક કામગીરી કરી છે.

નડિયાદની સિવિલ હોસ્પિટલમાં વેઈટીંગ હતું

કપડવંજ ખાતેના વૈભવ પાર્કમાં રહેતા ભરતભાઈને કોરોના થતાં તેઓને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. કોરોનાગ્રસ્ત દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમના પરિવારના સભ્યો ચિંતાતુર બન્યા હતા. તો આ તરફ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં વેઈટીંગ હતું. દર્દીને તાત્કાલિક સારવાર મળી જાય તે માટે તેમના પરિવારના સભ્યોએ ઘણી મહેનત કરી હતી.

એમ્બ્યુલન્સમાંથી પાઈપ મારફતે ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરી

આ વાતની જાણ વેઈટીંગમાં ઉભેલ કપડવંજ નગરપાલિકાના એમ્બ્યુલન્સના સ્ટાફના માણસોને થતાં તેઓએ તુરંત એમ્બ્યુલન્સમાંથી પાઈપ મારફતે ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરી ભરતભાઈને ઓક્સિજન આપ્યો હતો. જે બાદ એમ્બ્યુલન્સ ખાલી થતાં કોરોનાગ્રસ્ત દર્દીને તુરંત એમ્બ્યુલન્સમાં સિફ્ટ કરી પ્રાથમિક સારવાર આપી હતી. આ સરાહનીય કામગીરી 108 એમ્બ્યુલન્સના પાયલોટ દેવાંશુ તથા નગરપાલિકાના એમ્બ્યુલન્સના ડ્રાઈવર ચુલબુલ ખરેખર અભિનંદનને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...