શાળાઓ ધમધમી ઉઠી:ખેડા જિલ્લામાં આજથી ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ, શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી ધમધમી ઉઠી

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓની મંજૂરી સાથે ઓફલાઈન શિક્ષણની શરૂઆત
  • વિદ્યાર્થીઓને સેનેટાઇઝર, માસ્ક સાથે ફૂલ અને ચોકલેટ આપી આવકારવામાં આવ્યા
  • કોરોનાકાળથી બંધ થયેલા વર્ગો શરૂ થતાં શાળાઓ વિદ્યાર્થીઓની ચહલપહલથી ગુંજી ઉઠી

ખેડા જીલ્લામાં આજે સોમવારથી પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 5ના ઓફલાઈન વર્ગો વાલીઓની સહેમતી અને કોરોના ગાઈડ લાઇન વચ્ચે શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી શાળાઓમાં ઓનલાઈન ક્લાસિસ ચલાવવામાં આવી રહ્યા હતા.

હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડી તબક્કાવાર શાળા-કોલેજોના વર્ગો શરૂ કરાવવા આયોજન કર્યું હતું. જેમાં અંતિમ તબક્કામાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરવા ગઈકાલે મંજૂરી આપી દેવાઈ હતી. જેના પગલે ખેડા જિલ્લામાં આજે સોમવારથી ધોરણ-1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી મળી હતી, જે વાલીઓની સહમતી સાથે શરૂ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ લાંબા સમય બાદ શાળાઓમાં આવતા તેમને પણ જૂના મિત્રોને મળવાનો આનંદ થયો હતો અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે આજે પ્રથમ દિવસના પગલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. શાળા દ્વારા પ્રથમ દિવસે સેનેટાઇઝર, માસ્ક સાથે ફૂલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને કોરોનાની ગાઈડ લાઇન સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. આમ શાળાઓ શરૂ થતાં જ ભૂલકાઓના કિલકિલાટ સાથે વિદ્યાર્થીઓની ચહલપહલથી શાળા ધમધમી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...