તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:નડિયાદમાં સેવાકીય સંસ્થાની સરાહનીય કાર્ય, હોસ્પિટલમાંના કર્મચારીઓને જીવનજરૂરીયાતની કિટનું વિતરણ કરાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડક્રોસ સોસાયટી અને JCI પરિવાર દ્વારા સેવાકાર્ય કરાયું

મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને પ્રેરણાથી કોરોનાની મહામારી દરમ્યાન દવાખાનામાં દર્દીઓની સાર સંભાળ રાખતા સ્‍ટાફ નર્સ સંવર્ગના કર્મચારીઓની સેવાને બિરદાવવા તેમના માટે જીવન જરૂરીયાતની ચીજ વસ્‍તુઓની કીટ ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે રેડક્રોસ તથા જે.સી.આઇ પરિવાર નડીયાદ દ્વારા આપવામાં આવી છે.

વિતરણ ખેડા જિલ્લા કલેક્ટર તથા રેડક્રોસ ડિરેકટરોના હસ્તે કરવામાં આવ્યું

વિતરણ ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી તથા રેડક્રોસ ડિરેકટરોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નડિયાદ રેડક્રોસ સોસાયટીના ખજાનચી સુનિલ પટેલ, અનસુયાબેન પટેલ, હિતેન્‍દ્ર દેસાઇ, સુભાષ વર્મા, મનીષ શાહ તથા જે.સી. સભ્ય નંદિશ પુરોહિત, હની મહેતા, જીનલબેન ગજ્જર, ઉમેશ ઢગટ અને નિખીલ પંડિતની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રેરણારૂપ કાર્યને જિલ્લા કલેક્ટરે બિરદાવી

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્‍ટાફ નર્સો સંવર્ગના કર્મચારી તરીકે સેવાનો ઉદ્દેશ રાખી સતત રાત દિવસ દર્દીઓની સેવા કરતા અંદાજે 640થી વધુ કર્મચારીઓને આ કીટ તેઓના નોકરીના સ્થળે જઇ નડીયાદ રેડક્રોસ સોસાયટીના અધિકારી-પદાધિકારીઓ તથા જે.સી.આઇ પરિવાર નડીયાદના પદાધિકારીઓ દ્રારા આપવામાં આવી રહી છે. આ પ્રેરણારૂપ કાર્યને જિલ્લા કલેક્ટરે બિરદાવી હતી. અને અન્ય નામાંકિત સંસ્થાઓ પણ આ સરાહનીય કાર્યને અનુસરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...