ત્યાગશ્રમના માર્ગે:નડિયાદના 3 યુવાનોનું ત્યાગશ્રમના પંથે પ્રયાણ, BAPS સ્વામીનારાયણ મંદિરમાં સાધકોનો વિદાય સમારંભ યોજાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય શિક્ષિત યુવાનો આધુનિકતાથી આધ્યાત્મિક તરફ, સમાજ કલ્યાણના માર્ગે વળ્યા
  • 7મી ડીસેમ્બરે પ્રમુખ સ્વામીના જન્મ સ્થાન ચાણસદ ખાતે દીક્ષા ગ્રહણ કરશે

ખેડાના નડિયાદમાં રહેતા ત્રણ શિક્ષિત યુવકોએ આજે શનિવારે ત્યાગશ્રમના પંથે પ્રયાણ કર્યું છે. BAPS સ્વામીનારાયણ મંદિરની ભગવી સંસ્થામાં નડિયાદના આ ત્રણેય યુવાનોએ સાધકોની તાલીમ મેળવી આગામી દિવસોમાં દીક્ષા ગ્રહણ કરશે. જે નિમિત્તે આજે ત્રણેય સાધકોનો વિદાય સમારંભ નડિયાદના BAPS સ્વામીનારાયણ મંદિરમાં યોજાયો હતો.

નડિયાદમાં રહેતા પાર્થ સાધક, મિહિર સાધક અને શ્રીકુંજ સાધકે અગાઉ સાળંગપુર મૂકામે સાધકોની તાલીમ મેળવી છે. આ સંત તાલીમ 4 વર્ષ ચાલે છે. જે મુજબ ગુરુજનો દ્વારા યોગ્યતા ધરાવતાં સાધકોની પસંદગી કરવામાં આવે છે અને આ બાજુ સાધકોના માતા-પિતા તથા પરિવારની લેખીત મંજૂરી મેળવવામાં આવે છે. પરિવારની સંમતિ બાદ આવા સાધકો સમાજ કલ્યાણના કઠોર માર્ગ અપનાવતા હોય છે.

BAPS સ્વામીનારાયણના સંસ્થાના સંસ્થાપક ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી છે. વર્તમાનકાલી ગુરુ પ્રમુખસ્વામિ મહારાજ અને મહંત સ્વામી મહારાજ છે. નડિયાદ BAPS મંદિરમાં સેવા આપતા અક્ષરનયન સ્વામીએ આ તબક્કે જણાવ્યું છે કે, ઉપરોક્ત ત્રણેય યુવકોએ સાધકોની સંત તાલીમમાં ભાગ લીધો હતો. જે સમય ગાળો પુરો થતાં યોગ્યતા ધરાવતા સાધકોને સંત તરીકેની દીક્ષા આપવામાં આવે છે. નડિયાદમાંથી અગાઉ પણ અનેક લોકોએ દિક્ષા લીધી છે. ત્યારે આજે વધુ ત્રણ સાધકો દિક્ષા લેવા જઈ રહ્યા છે.

નડિયાદમાં કોલેજ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવારે યોજાયેલા સાધકોનો વિદાય સમારંભ પ્રસંગે અનેકો લોકો હાજર રહ્યા હતા. આ ત્રણેય સાધકો નડિયાદમાં આગામી 20 દિવસ સુધી રોકાશે અને તે બાદ આગામી 7મી ડીસેમ્બરના રોજ વડોદરા જિલ્લાના ચાણસદ જે ભૂમી પ્રમુખ સ્વામીના જન્મ સ્થાન ખાતે પહોંચી સંતો, મહંતોની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરશે.

આજે યોજાયેલા આ વિદાય સમારંભના અર્પણ વીધીમાં ગાંધીનગર BAPS મંદિરના વરિષ્ઠ આનંદસ્વરૂપ સ્વામી ખાસ હાજર રહ્યા હતા અને દિક્ષાર્થીઓ ત્રણેય સાધકો તેમજ તેમના પરિજનો સહિત હરીભક્તો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય સાધકો એન્જીનીયર છે અને હાઈલી ક્વોલીફાઈડ છે. તેમાંથી બે સાધકો તો પરિવારના એકના એક પુત્ર છે. સાથે મધ્ય વર્ગીય પરિવારમાંથી આવે છે. આમ આ ત્રણેય સાધકો સમાજના કલ્યાણ માર્ગે આધુનિકતાથી આધ્યાત્મિક તરફ વળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...