તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેરવેલ:ખેડા જિલ્‍લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાનો વિદાય સમારોહ યોજાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમેશ મેરજાની પાટણ જિલ્‍લા વિકાસ અધિકારી તરીકે બદલી

ખેડા જિલ્‍લા નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા રમેશ મેરજા આઇ.એ.એસ.ની પાટણ જિલ્‍લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા તેઓનો જિલ્‍લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો.

ખેડા જિલ્‍લામાં મારી ફરજ હંમેશા યાદગાર રહેશે

જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણી અને જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્રાએ તેઓની કામગીરીને બિરદાવી હતી. તથા નવી જગ્‍યાના પોસ્‍ટીંગ માટે શુભેચ્‍છાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્‍લા કલેકટર કચેરીના તમામ કર્મચારીઓએ પણ તેઓને શુભેચ્છા આપી હતી. નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્‍યકત કરી જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લામાં મારી ફરજ હંમેશા યાદગાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...