તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Another Service Of Nadiad Santram Temple, Santram Radiology And Imaging Center Will Provide Free CT Scans To Kovid Patients For One And Half Months.

સરાહનીય સેવા:નડિયાદ સંતરામ મંદિરની વધુ એક સેવા, સંતરામ રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ સેન્ટરમાં દોઢ મહિના સુધી કોવિડના દર્દીઓને સિટી સ્કેન નિઃશુલ્ક કરી આપશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે અખાત્રીજથી આ સેવાનો દર્દીઓ લાભ લઈ શકશે

કોરોના કાળની મહામારીમાં આજે એક તરફ કેટલાક લોકોએ કમાણીની તક શોધી લીધી છે. તો બીજી તરફ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ ગરીબ, મધ્યમવર્ગના લોકોના વહારે આવ્યા છે. આ મંદિર સંચાલિત રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ સેન્ટરમાં દોઢ માસ સુધી HRCT C.T સ્કેન કોવિડના રિપોર્ટ નિઃશુલ્ક પણે કરાશે તેવી જાહેરાત મંદિર દ્વારા કરાઈ છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સંતરામ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ખાસ કોરોના કાળમાં આ મંદિરે સરાહનીય સેવા કરી લોકોના દુખ દર્દ લીધા છે જેના દાખલાઓ છેલ્લાં એક વર્ષમાં ઘણાં બધા છે. આજે મંદિરના ગાદીપતિ પ. પૂ. રામદાસજી મહારાજે વધુ એક સેવા કાર્યરત કરવાની જાહેરાત કરી છે.

સંતરામ મંદિર સંચાલિત રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ સેન્ટરમાં જનસેવાના ભાગરૂપે HRCT C.T સ્કેન કોવિડના રિપોર્ટ નિઃશુલ્ક પણે કરાશે તેવી જાહેરાત કરાઈ છે. આવતીકાલે અખાત્રીજના દિવસથી આ સેવા શરૂ થઈ જશે જે આગામી 30 જુન સુધી એટલે કે દોઢ માસ સુધી વિનામૂલ્યે ચાલુ રહેશે. રવિવાર અને અન્ય રજાના દિવસે પણ આ સેવાનો લાભ મેળવી શકાશે. દર્દીઓને ડોક્ટરનો રેફરન્સ લેટર જરૂરથી લાવવો પડશે. ખરેખર આ પ્રસંશનીય સેવા ખેડા જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આર્શીવાદ રૂપ બની રહેશે.

મંદિર દ્વારા કોરોનાને લગતી આયુર્વેદિક સારવાર પણ નિઃશુલ્ક
શ્રી સંતરામ મંદિર નડિયાદ તથા પી.ડી.પટેલ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલથી કોરોનાને લગતી આયુર્વેદિક સારવાર પણ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે. ગીતા મંદિર પાસે આવેલ શ્રી સંતરામ દર્દી સેવા કેન્દ્ર ખાતે સવારે 9:30 થી 11:30 સુધી આ સેવાનો લાભ લઈ શકાશે. જે માટે દર્દીઓએ રેપિડ ટેસ્ટ અથવા તો આરટીપીસીઆરના રીપોર્ટની નકલ અને આધારકાર્ડની નકલ સાથે લઈને આવવું તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...