તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Independent Members Of Nadiad Municipality Raised The Issue By Writing A Letter To The Chief Officer Alleging Fraud In The Night Cleaning Contract.

રજૂઆત:નડિયાદ નગરપાલિકાના અપક્ષ સભ્યોએ ચીફ ઓફિસરને રાત્રિ સફાઈના કોન્ટ્રાકટમાં ગોટાળા હોવાનો પત્ર લખી મુદ્દો ઉઠાવ્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના એક જ કોન્ટ્રાકટના બે દસ્તાવેજોમાં વિસંગતતા જોવા મળી

નડિયાદ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલો રાત્રિ કોન્ટ્રાકટની નકલમાં કામગીરીનો સમય અલગ તે જ કોન્ટ્રાકટમાં પાલિકા દ્વારા પોતાના રેકર્ડ પર કરાવાતી રાત્રિ સફાઈનો સમય અલગ અને સ્થળ પર કરાતી કામગીરીનો સમય પણ અલગ હોવાનો મુદ્દો અપક્ષ સભ્યએ ઉઠાવી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તપાસ કરવા માંગ કરી છે.

રાત્રિ સફાઈમાં લાખો રૂપિયાનો માસિક ભષ્ટાચાર

પાલિકાના અપક્ષ સભ્ય ગોકુલ શાહે નડિયાદ ચીફ ઓફિસરને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નડિયાદ નગરપાલિકામાં ચાલી રહેલી રાત્રિ સફાઈ માટે અપાયેલા કોન્ટ્રાકટના કાગળીયામાં રાત્રે 9 થી સવારના 4 વાગ્યા સુધી રાત્રિ સફાઈ કરવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આ સમય મુજબ નગરપાલિકા કોન્ટ્રાકટરને નાણાંના ચૂકવણા કરે છે. જ્યારે નગરપાલિકાએ રાત્રિ સફાઈની જે રેકર્ડ પર નોંધ કરી છે તેમાં રાત્રિ સફાઈનું કામ રાત્રે 10 વાગ્યે શરૂ કરી રાત્રે જ 2 વાગ્યે પૂર્ણ થતુ હોવાનો ઉલ્લેખ છે.

કર્મચારી અને સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરવાની માગ

જ્યારે સ્થળ પર પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. રાત્રે 10 વાગ્યા પછી નિરાંતે શરૂ થતી રાત્રિ સફાઈ 12થી 1વાગ્યા સુધી કરે છે. અને રાત્રિ સફાઈના નામે ગણતરીના કલાકોનું કામ કરી કોન્ટ્રાકટના પૈસા બમણા લેવાય છે. જેના દસ્તાવેજી પુરાવા પાલિકાના જ કાગળો થકી સામે આવ્યા છે. લાખો રૂપિયાનો માસિક ભષ્ટાચાર થતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. અમે માંગ કરીએ છે કે નગરપાલિકાના જવાબદાર કર્મચારી અને સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરવાની માગ છે.

અન્ય સમાચારો પણ છે...