તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુસનની કચેરીમાં નાયબ નિયામક તરીકે નડિયાદના રાકેશ રાવની નિમણૂંક કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ નિયામકની નિમણૂંકથી રાજયમાં ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનનું માળખું વધુ મજબૂત બનશે

નડિયાદના ધારાશાસ્ત્રીની તાજેતરમાં ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુસનની કચેરીમાં નાયબ નિયામક તરીકે નિમણૂંક કરાઈ છે. આ નિમણૂંકથી કેસોનું યોગ્ય મોનિટરિંગ કરવા અને કેસોનો ઝડપી નિકાલની કામગીરી વધુ તેજ બનાવવામાં સરળતા મળી રહેશે.

આ તબક્કે કાયદો અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લિટિગન્ટ્સને સરળતાથી, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે પ્રોસિક્યુશન મજબુત થાય તેવા ઉદેશથી મુખ્યમંત્રી વિજય રુપાણીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવી છે. ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું માળખું વધુ મજબુત બને અને તેની કામગીરી સારી રીતે થઇ શકે તેવા હેતુથી નડિયાદના એડવોકેટ રાકેશ રાવની નાયબ નિયામક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું માળખું બનાવવાના કારણે ગંભીર પ્રકારના કેસોની ઓળખ કરી, પીડીતપક્ષને યોગ્ય રીતે સાચો ન્યાય મળે તેવા પ્રયત્નો રાજય સરકાર કરી રહી છે. અને ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા કેસોનું યોગ્ય મોનિટરિંગ થવાના કારણે ફરિયાદ પક્ષને ઝડપથી ન્યાય મળી રહશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશન તરીકે નડિયાદના પરેશભાઇ ધોરા અને ત્યાર બાદ નાયબ નિયામક તરીકે જગરુપસિંહ રાજપુતની નિમણૂંક બાદ હવે નડિયાદના રાકેશ રાવની નિમણૂંકથી ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કામગીરીમાં વેગ આવશે તેમજ કન્વીકશન રેટ ઉંચો આવશે જેનો અંતિમ લાભ પ્રોસિક્યુશનપક્ષને મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાકેશ રાવ માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના માજી ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્યારે વધુ એક જવાબદારીમાં આગે કૂચ કરતાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...