તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાંબુનું આગમન:અષાઢમાં ઔષધી સમાન જાંબુનું નડિયાદના બજારમાં ધૂમ વેચાણ, કિલોના 30થી 50 રૂપિયા જાંબુનો ભાવ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની દ્રષ્ટિએ સિઝનેબલ ફળ જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય વેચાણ વધ્યું

નડિયાદના બજારમાં આજકાલ ઔષધિ સમાન જાંબુનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ સિઝનેબલ ફળ જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય લોકો તેની ખરીદી કરે છે હાલમાં તેના ભાવ પણ ઊંચા હોવાનું જાણવા મળે છે. એક કિલોના 30થી 50 રૂપિયા જાંબુનો ભાવ નડિયાદના બજારમાં જોવા મળી રહ્યા છે.

જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે. તેથી તબીબો જાંબુનું સેવન કરવાની સલાહ પણ આપતાં હોય છે.

જાંબુના ફાયદા આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા
તબીબોના મતે જાંબુ આરોગવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળે છે. આંખો માટે પણ ફાયદાકારક છે, કાનને લગતી સમસ્યામાં જાંબુ અસરકારક છે, દાંતની સમસ્યામાંથી છુટકારો થાય છે, મોઢાના છાલાને દૂર કરવામાં અસરકારક છે, ગળાના રોગમાં પણ ફાયદા કારક છે. આ સાથે લીવરની સમસ્યા, કમળાના રોગમાં જાંબુનું સેવન દવા જેટલુ જ ઉપયોગી બને છે. ડાયાબીટીસ, રક્તપીત જેવી બીમારીઓમાં પણ તેનો રસ ગુણકારી છે.

અન્ય સમાચારો પણ છે...