જામીન ના મંજૂર:નડિયાદના ભગવાનપુરામાંથી અઢી મહિના અગાઉ પોશડોડાના જથ્થા પ્રકરણમાં ઝડપાયેલા શખ્સની જામીન અરજી કોર્ટે ફગાવી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26.460 કીલો ગ્રામ પોશડોડાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો હતો

ખેડા SOG પોલીસે નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના ભગવાનપુરામાંથી 26.460 કીલો ગ્રામ પોશડોડાના જથ્થા સાથે એક શખ્સને અઢી માસ અગાઉ ઝડપી લીધો હતો. આ શખ્સે જામીન પર છૂટવા નડિયાદની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે 30 જુલાઈ 2021ના રોજ નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના ભગવાનપુરામાં રહેતો સોમાભાઈ બુધાભાઈ વાઘેલાને માદક પદાર્થ સાથે પકડી પાડયો હતો. પોલીસે આરોપીના ઘરમાં સર્ચ કરતાં પોશડોડા તથા તેનો પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. જેનું વજન કરતાં 26.460 કિલોગ્રામ કિંમત રૂપિયા 79 હજાર 380નો હોવાનું જાણવા મળ્યું હતું.

આ સાથે પોલીસે આરોપીના ઘરેથી એક વજન કાંટો, એક મોબાઇલ ફોન તથા અન્ય રોકડ રકમ મળી કુલ રૂપિયા 84 હજાર 70ના મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે આઈપીસી 8(સી), 15, 29 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી હતી.

બનાવના અઢી મહિના બાદ આરોપી સોમાભાઈ વાઘેલાએ નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે નડિયાદના ત્રીજા એડી.સેશન્સ જજ પી.એસ.દવેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ઉમેશ ઢગટની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...