• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Religious Places Of Kheda District Unlocked Doors Of Small And Big Temples Including Dakor, Vadtal, Nadiad, Galateshwar Opened For Devotees

મંદિર ખુલ્યા:ખેડા જિલ્લાના ધાર્મિક સ્થળો થયા અનલોક - ડાકોર, વડતાલ, નડિયાદ, ગળતેશ્વર સહિતના નાના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા

નડિયાદ5 મહિનો પહેલા
ડાકોર મંદિર 
  • ઘણાં દિવસે ભક્તોએ ભગવાનના દર્શન કરતાં ભાવવિભોર બન્યા

કોરોના કાળમાં છેલ્લાં ઘણાં દિવસોથી બંધ થયેલા મંદિરોના દ્વાર આજે ખુલ્યા છે. ખેડા જિલ્લાના તમામ નાના મોટા મંદિરો આજે અનલોક થતાં ભક્તોમાં ખુશાલી વ્યાપી ગઈ છે. ડાકોર, વડતાલ, નડિયાદ, મહેમદાવાદ સહિતના નાના મોટા મંદિરોના દ્વાર આજથી રાબેતા મુજબ ખુલ્લા થયા છે. આ તમામ બાબતો વચ્ચે તમામ મંદિરોના સંચાલકોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

વડતાલ સ્વામીનારાયણ મંદિર
વડતાલ સ્વામીનારાયણ મંદિર

સિધ્ધિ વિનાયક મંદિર સહિત અનેક નાના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થાનો આજે અનલોક થયાં છે. ડાકોરનું પવિત્ર રણછોડજીનું મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાયનું વડતાલ મંદિર, નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર, મહેમદાવાદનું સિધ્ધિ વિનાયક મંદિર સહિત અનેક નાના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે. કોરોના સંક્ર્મણ ન ફેલાય તે માટે બહાર પાડવામાં આવેલી એસઓપીનું ફરજ્યાત ચૂસ્ત પણે મંદિર પ્રશાસને પાલન કરવાનું રહેશે.

ડાકોર રણછોડજીનું મંદિર
ડાકોર રણછોડજીનું મંદિર

ડાકોર મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા ભક્તોએ દર્શન કર્યા

યાત્રાધામ ડાકોરમાં શુક્રવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. અહીંયા વહેલી સવારથીજ ભક્તો લાઈન બંધ કતારમાં ઊભા રહી દર્શન કરવા તલપાપડ થયા હતા. અને અંતે ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડાકોર મંદિર પ્રશાસન દ્વારા ખાસ કોરોના ગાઇડલાઇનનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો વળી ભક્તો પણ પ્રશાસને સાથ સહકાર આપી રહ્યાં છે.

વડતાલ સ્વામીનારાયણ મંદિર
વડતાલ સ્વામીનારાયણ મંદિર

સરકારની દિશા નિર્દેશ પ્રમાણે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો

યાત્રાધામ વડતાલમાં પણ આજે સરકારની દિશા નિર્દેશ પ્રમાણે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા સેનેટાઇઝ અને સોશ્યલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સંચાલકો દ્વારા હરીભક્તોને થર્મલ ઘનથી ચેક કરી પ્રવેશ આપી રહ્યા છે. વડતાલ મંદિરમાં ગ્રીષ્મ ઋતુના ચંદનના વાઘા સુશોભિત શ્રી હરિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...