ઉચાપત:કઠલાલના સોનપુરામાં દૂધ મંડળીના માજી સેક્રેટરીએ રૂ. 2.61 લાખની ઉચાપત આચરતાં ચકચાર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂધ મંડળીના ચેરમેને ઉચાપત આચરનાર માજી સેક્રેટરી વિરુદ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • પૂર્વ સેક્રેટરીએ સિલકના અને સભાસદોના નાણાં ચાઉ કર્યાનો ઘટસ્ફોટ કર્યો

સરકારી તંત્રથી લઈને સહકારી માળાખાઓમાં લોલમલોલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખેડા જિલ્લામાં ઉચાપતના અનેક બનાવો સામી આવી રહ્યા છે. આવા બનાવો સહકારી માળાખાઓ એટલે કે દૂધ મંડળીઓમાં મોટા પ્રમાણમાં બની રહ્યા છે. આજે કઠલાલના સોનપુરામાં દૂધ મંડળીના માજી સેક્રેટરીએ લાખોની ઉચાપત આચરવાનું કૌભાંડ બહાર આવતાં કઠલાલ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

કઠલાલ તાલુકાના પીઠાઇ તાબેના સોનપુરામાં રહેતા બાબુભાઈ વનાભાઈ પરમાર વર્ષ 2018થી 2020 દરમિયાન ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી પદે હતા. આ સમયગાળામાં તેમણે દૂધ મંડળીની આવકના રોજ મેળામાં ગોલમાલ આચરી હતી. બાબુભાઈ પરમારે બંધ સિલકના કુલ રૂપિયા 1 લાખ 35 હજાર 755 તથા રોજમેળ મુજબની સિલક ઓછી કરવા માટે કુલ રૂપિયા 1 લાખ 8 હજાર 69 તેમજ સભાસદોના બોનસના રૂપિયા મળી કુલ રૂપિયા 2 લાખ 61 હજાર 129 રૂપિયાની કાયમી ઉચાપત આચરી હોવાનો પર્દાફાશ થયો છે.

આ ઉચાપતની રકમ પોતાના અંગત કામે વાપરી દીધી હતી. જે બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડીટ કરવામાં આવતાં આ કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. તાજેતરમાં રજીસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવતાં દૂધ મંડળીના ચેરમેન વિક્રમભાઈ પરમારે આ ઉચાપત આચરનાર માજી સેક્રેટરી બાબુભાઈ પરમાર વિરુદ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 408 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...